બેકાર સર્વિસથી પરેશાન થઈને BMWનો કર્યો આવો ઉપયોગ, જોઈને કંપની શરમથી પાણી-પાણી થઈ જશે
તમે ક્યારેય કોઈને લક્ઝરી કારમાં કચરો નાંખતા જોયો છે? જો ન જોયું હોય તો આ વીડિયોમાં જોવા મળશે. ઝારખંડની રાંચીનો આ કેસ તમને ચોંકાવી દેશે. એક શખ્સ તેની બીએમડબ્લ્યુ કારમાં કચરો ભરેલો જોવા મળ્યો હતો. પ્રિન્સ રાજ શ્રીવાસ્તવે આ અનોખા સીનનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું – કારની બેકાર સર્વિસથી પરેશાન માલિકે તેમાં કચરો ઉપાડવાનો નિર્ણય કર્યો. પ્રિંસે આ વીડિયોને ઇન્સ્ટા પર શેર કરતાં કહ્યું હતું કે, ‘બીએમડબલ્યુ રાંચી ટાઇટેનિયમ મોટર્સ દ્વારા કરવામાં આવતી બેકાર સર્વિસ અંગેનો મારો જવાબ.’ આ વીડિયો જોઈને લાકો લોકો ચોંકી ગયા છે.
એક અહેવાલ મુજબ પ્રિન્સ એક બિઝનેસમેન છે જેણે તેના પિતાને ભેટ આપવા માટે BMW કાર ખરીદી. પરંતુ કાર તેમના માટે એક સમસ્યા બની ગઈ હતી. કારમાં કોઈ વાંધો હશે જે સોલ્વ કરવા માટે તે ઘણી વખત સર્વિસ સેન્ટર પર ગયો. પરંતુ કાર બરાબર ચાલી ન હતી. સંતોષકારક કાર્યવાહી કરવામાં ન આવી ત્યારે ફરિયાદો થયા પછી તેમણે બીએમડબ્લ્યુમાં કચરો ઉઠાવવાનો નિર્ણય કર્યો. પ્રિન્સનું કહેવું છે કે જો તેની સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેની સાથે 29 નવેમ્બરે બધા લોકો જોડાશે અને બીએમડબ્લ્યુ કારમાં કચરો ઉઠાવશે. તો જુઓ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન