રેન્જ બાઉન્ડ વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મૂવ્ઝ જોવાશે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • રેન્જ બાઉન્ડ વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મૂવ્ઝ જોવાશે

રેન્જ બાઉન્ડ વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મૂવ્ઝ જોવાશે

 | 3:24 am IST

મીડ કેપ વ્યૂઃ નયન પટેલ

સતત ૬ સપ્તાહની સળંગ તેજી બાદ ગત સપ્તાહે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ/નિફ્ટી ઘટીને બંધ રહ્યા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ સાપ્તાહિક ધોરણે ઘટાડો જોવાયો. નબળો રૂપિયો અને વધતા બોન્ડ યીલ્ડ વચ્ચે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરોમાં મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું તો ઊંચા ક્રૂડ ઓઈલના ભાવો સાથે ક્રૂડ રિલેટેડ સ્ટોક્સમાં પણ ઘટાડો જોવાયો. માર્કેટમાં ખાસ કરીને નબળા રૂપિયાની પોઝિટિવ અસર વચ્ચે આઈટી અને ફાર્મા શેરોમાં જોરદાર લેવાલી જોવાઈ. જુલાઈ અને ઓગસ્ટ સિરીઝની મજબૂતાઈ બાદ સપ્ટેમ્બર સિરીઝમાં નિફ્ટીમાં કોન્સોલિડેશન સાથે વોલેટાઈલ ટ્રેન્ડ જોવા મળી શકે છે જ્યારે ક્વોલિટી શેર્સમાં વેલ્યૂ બાઈંગ જોવા મળી શકે છે માટે તદ્દન સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીને કામકાજ કરવા સલાહભરેલ રહેશે. એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૧,૪૮૫ અને ૧૧,૬૪૦ની ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦ થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.

ડાર્ક હોર્સ : અડવાણી હોટેલ્સ એન્ડ રિસોર્ટસ લિમિટેડ (૫૨૩૨૬૯ અને એનએસઈ) (૫૪.૩૫) (ફેસ વેલ્યૂ રૂ. ૨)

કંપનીની આવક ૨૪.૧ ટકા વધીને રૂ. ૧૫.૦૨ કરોડ થઇ છે જ્યારે કંપનીનો નફો ૧૪૫ ટકા વધીને રૂ.૨.૫ કરોડ થયો છે. વર્તમાન ભાવે આ સ્ટોક ૨૪ના પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે. રેગ્યુલર ડિવિડન્ડ ચૂકવતી આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે ૩૫ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું છે. ગોવા જેવા પર્યટન સ્થળ ઉપર બારેમાસ પ્રવાસીઓ આવતા હોય છે જેના લીધે આ સ્થળે આવેલી હોટલ્સ સારો બિઝનેસ કરતી રહે છે અને આ વર્ષે કેરાલાના જે આપદા આવી છે એના લીધે દિવાળી સિઝનમાં કેરાલાનો બિઝનેસ ગોવા ખાતે શિફ્ટ થઇ શકે છે જેનો ફાયદો આ કંપનીને પણ મળશે. આ સ્ટોક તેના બાવન સપ્તાહના હાઈ કરતા ૩૮ ટકા નીચે મળી રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ. ૪૪ના સ્ટોપલોસ સાથે ધ્યાન ઔરાખી શકાય.

સ્ટોક વોચ : ઇન્ડિયન ટોનર એન્ડ ડેવલોપર્સ (૫૨૩૫૮૬) (૧૯૧.૨૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦)

કંપનીનો નફો ૬૩ ટકા વધીને રૂ.૫.૮૨ કરોડ થયો છે જ્યારે કંપનીનું વેચાણ ૨૨.૫ ટકા વધીને રૂ. ૨૬.૨૪ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે કંપનીએ તેના ઇતિહાસમાં પહેલી વાર ૩૦ ટકાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૯.૬ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઇ રહ્યો છે અને તેના બાવન સપ્તાહના હાઈ ભાવ રૂ. ૩૪૪.૭ની સામે ૪૫ ટકા નીચે મળી રહ્યો છે. જુન ક્વાર્ટરના પરિણામો, મેઈડન ડિવિડન્ડ, પ્રોડક્ટનું ઉજ્જવળ ભવિષ્ય અને આકર્ષક વેલ્યૂએશન જોતા જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ. ૧૬૫ના સ્ટોપલોસ સાથે ધ્યાન રાખી શકાય.

માર્કેટમાંથી સાંભળ્યું છે : ક્રેસ્ટ વેન્ચર્સ લિમિટેડ (૫૧૧૪૧૩ અને એનએસઈ) (૨૦૫.૧૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦)

કંપની રિયલ એસ્ટેટ, ફાઇનાન્શિયલ સર્વિસિસ તેમજ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રેડિટ જેવા સેક્ટરમાં સક્રિય છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં કંપનીની આવક ૧૦૪ ટકા અને નફો ૧૪૭ ટકા વધ્યો છે. વર્તમાન ભાવે માત્ર ૬ના સાવ જ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થતા આ સ્ટોકમાં મુંબઈના કેટલાક જાણકારો સક્રિય થયા હોવાની ચર્ચા છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ. ૧૯૦ના સ્ટોપલોસ સાથે ધ્યાન રાખી શકાય.

પટેલ એન્જિનિયરિંગ (૫૩૧૧૨૦ અને એનએસઈ) (૪૬.૮) (ફેસ વેલ્યૂ રૂ. ૧)

ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરની આ કંપનીએ પોતાના દેવામાં મોટા પાયે ઘટાડો કર્યો છે જેના લીધે જૂન ક્વાર્ટરમાં કંપનીની ઇન્ટરેસ્ટ કોસ્ટ રૂ. ૧૫૬.૩૧ કરોડથી ઘટીને રૂ. ૭૭.૩૯ કરોડ થઇ ગઈ છે જેના લીધે જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. ૪.૭૨ કરોડની નુકસાની સામે રૂ. ૩૬.૧૭ કરોડનો નફો હાંસલ કર્યો છે. બાવન સપ્તાહના તળિયા નજીક મળી રહેલ આ સ્ટોકમાં દિલ્હીના ખબરિયાઓ સક્રિય છે ત્યારે જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો રૂ. ૪૦ના સ્ટોપલોસ સાથે ધ્યાન રાખી શકાય.