Range Rover car driver CCTV Bharudi Toll Plaza Rajkot National Highway
  • Home
  • Featured
  • ગોંડલમાં અડધો કરોડની કારના માલિકે 40ના ટેક્ષ માટે રિવોલ્વર કાઢી, જાણો પછી કેવો આવ્યો કરૂણ અંજામ

ગોંડલમાં અડધો કરોડની કારના માલિકે 40ના ટેક્ષ માટે રિવોલ્વર કાઢી, જાણો પછી કેવો આવ્યો કરૂણ અંજામ

 | 4:41 pm IST

ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા ઉફર રેન્જ રોવરના ચાલકે માત્ર રૂપિયા 40ના ટોલ માટે રિવોલ્વર કાઢી માથાકૂટ કરી કારને ટોલ ગાડી સાથે અથડાવી નાસી છૂટ્યો હતો. ટોલટેક્ષ ન ચૂકવવા માટે રેન્જ રોવરના ચાલકે રિવોલ્વરની અણી બતાવી હતી. ત્યારબાદ બેરીગેટ તોડીને ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. કાર ચાલકે ટોલબૂથ પર કર્મીઓ સાથે પણ માથાકૂટ કરી હતી. આ માથાકૂટમાં 1 કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર આજે સવારે ઝીરો નંબરની લેનમાંથી રેન્જ રોવર ગાડી પાસ થઈ હતી ત્યારે ટોલનાકાના કર્મચારી દ્વારા ટોલની રકમ માંગી હતી. પરંતુ કરોડોની રેન્જ રોવર ગાડીના ચાલકે માત્ર 40 રૂપિયાનો ટોલ દેવાની ના કહી હતી અને ટોલ પ્લાઝાના કર્મચારી સાથે રૂપિયા 49ના ટોલ માટે માથાકૂટ કરી ટોલ કર્મી ઉપર રિવોલ્વર તાકી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બેરીગેટ તોડીને ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

જો કે, રેન્જ રોવરનો ચાલક નાસવા જતા બેરીયટ હટાવી રહેલ ગાડીમાં સવાર વ્યક્તિને ગાડી ભટકાવી હતી અને બાદમાં નાસી છૂટ્યો હતો. આ માથાકૂટમાં ટોલ લેનમાં હાજર એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ અંગેની પોલીસને જાણ થતા ગાડી માલિકને પકડવા માટે ગોંડલ પોલીસ કામે લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન