સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે છેલ્લા 2 વર્ષથી ઘરેલું ખેલાડીઓને નથી ચુકવ્યા નાણાં - Sandesh
  • Home
  • Sports
  • સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે છેલ્લા 2 વર્ષથી ઘરેલું ખેલાડીઓને નથી ચુકવ્યા નાણાં

સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે છેલ્લા 2 વર્ષથી ઘરેલું ખેલાડીઓને નથી ચુકવ્યા નાણાં

 | 5:31 pm IST

ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઈ) દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે. પરંતુ હાલના જે વાત સામે આવી છે તે ખરેખર ચોંકવનારી છે. રણજી રમનાર ક્રિકેટરોને છેલ્લા 2 સીઝનની મેચ ફી મળી નથી. ભલે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર બોર્ડ ધનની વરસાદ કરે છે, પરંતુ ઘરેલું શ્રૃખંલામાં રમનાર ખેલાડીઓને યોગ્ય અને જરૂરી પૈસા પણ મળી રહ્યા નથી. રણજી રમનાર ક્રિકેટરોને 2016-17ની ફી હજી સુધી મળી નથી. આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલ બીસીસીઆઈની ઓર્ગેનાઇઝડ સમિતિ(સીઓએ) અને વિવિધ રાજ્યના ક્રિકેટ સંઘ વચ્ચે લોઢા સમિતિની ભલામણો લાગુ કરવાના કારણે વિવાદ ચાલી રહ્યો છે. દર વર્ષે આશરે 500થી વધુ ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં ભાગ લેતાં હોય છે.

આ અંગે નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન એન શાહ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણાં ખેલાડીઓને તો છેલ્લા બે વર્ષની મેચ ફી મળી નથી. તેમના અનુસાર, રણજી ખેલાડીઓને મેચના હિસાબે રૂા. 10 હજાર પ્રતિદિવસના મળે છે જેમાંથી 10 ટકા રકમ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવે છે. 2015-16ની ફી ચુકવવામાં આવી છે, જ્યારે 2016-17ની ફી બાકી છે. બાકી રકમની ચુકવણી થવી જોઇએ.

સીઓએ અને રાજ્ય એસોશિએશનના વચ્ચે લોઢા સમિતિની ભલામણોના કારણે વિવાદ ચાલી રહ્યો છે, જેનું સીધું નુકસાન ખેલાડીઓને થઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ વિનોદ રોયના અધ્યક્ષતામાં નિમાયેલ સમિતિ ક્રિકેટર્સની ફી ચુકવણી માટે નવો પ્લાન બનાવી રહ્યું છે. જ્યારે મુંબઇ ક્રિકેટ એસોસિએશના સંયુક્ત સચિવ ઉમેશ ખનવિલકરે કહ્યું કે, અમારા તરફથી કેટલીક રકમ ચુકવવામાં આવી છે પરંતુ બીસીસીઆઈ તરફથી પૈસા નથી મળ્યા.

એક અહેવાલ અનુસાર, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે ત્યાંતો ખેલાડીઓને રાજ્ય સંઘ પાસેથી પણ પૈસા નથી મળ્યા. આ અંગે ત્યાંના પ્રખ્યાત અને વરિષ્ઠ ખેલાડી પરવેઝ રસૂલે જણાવ્યું કે, ખેલાડીઓને બીસીસીઆઈ અથવા રાજ્ય સંઘ તરફથી છેલ્લા ત્રણ વર્ષના પૈસા મળ્યા નથી.