બોલ વાગતા તડપતો રહ્યો બેટ્સમેન પછી વિપક્ષ ટીમે કર્યું જોવા જેવું, જુઓ Video - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બોલ વાગતા તડપતો રહ્યો બેટ્સમેન પછી વિપક્ષ ટીમે કર્યું જોવા જેવું, જુઓ Video

બોલ વાગતા તડપતો રહ્યો બેટ્સમેન પછી વિપક્ષ ટીમે કર્યું જોવા જેવું, જુઓ Video

 | 5:36 pm IST

ભારતમાં ક્રિકેટ પ્રેમી રમતને રમત નહિ પરંતુ ધર્મના સ્વરૂપમાં જોવે છે. ક્રિકેટને જેન્ટલમેન ગેમ પણ કહેવામાં આવે છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ રમતથી સ્પોર્ટ્સમેનશીપની આશા ધીમે-ધીમે ખતમ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં આ વખતે એક એવો વીડિઓ વાઈરલ થિયા રહ્યો છે જે ક્રિકેટ પર મોટો સવાલ ઉભો કરી રહ્યો છે. અમુક ટાઈમેં એવું જોવા મળ્યું છે કે રમતી વખતે જો કોઈ ખેલાડીને ઈજા થાય તો ફિલ્ડીંગ કરી રહેલા ખેલાડી તેની મદદ કરવા પહોચી જાય છે. પરંતુ આ વિદેઓમાં એવું એવું કઈ જોવા મળ્યું નથી.

વિદર્ભની જીત સાથે જ રણજી ટ્રોફી 2017-18નો અંત આવ્યો છે. વિદર્ભે સાતવાર વિજેતા દિલ્હીને રણજી ટ્રોફીની ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતના નામે કરી છે. અનુભવી બેટ્સમેન વસીમ જાફરે વિનિંગ રન બનાવ્યો અને રણજીના ઇતિહાસમાં પહેલીવાર વિદર્ભ ટ્રોફી જીત્યું હતું. પરંતુ આ દરમિયાન એક ઘટનાને જોઈને જેન્ટલમેન ગેમ પર સવાલ ઉઠ્યા છે.

દિલ્હીના ગૌતમ ગંભીરે વિદર્ભની જીત પર ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. મેચમાં મેન ઓફ ધ મેચનું ટાઇટલ વિદર્ભન રજનીશ ગુરબાનીને આપવામાં આવ્યું. જેણે જોરદાર બોલિંગ કરતા 151 રન આપીને 8 વિકેટ લીધી હતી. આ સાથે જ વિદર્ભ રણજી ટ્રોફી જીતવાવાળી 18મી ટીમ બની ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર ‘bleed.dhonism’નામના યુઝરે પોસ્ટ કરેલા વીડિયોમાં દેખાય છે કે વિદર્ભનો એક બેટ્સમેન બોલ લાગવાથી મેદાન પર જ ઇન્જર્ડ થઈ જાય છે. સમાન્યરીતે આ સ્તિથિમાં હંમેશા ફિલ્ડર ટીમના ખેલાડીઓ મદદ માટે દોડી આવે છે. પરંતુ અહીં બોલર અને ફિલ્ડર પોત પોતાની જગ્યા તરફ આગળ વધી ગયા હતા જાણે કે કંઈ બન્યું જ નથી.

Sportsmanship ?! 🤔

A post shared by mahi7781 🔵 (@bleed.dhonism) on

જ્યારે બીજી તરફ ઉભેલા બેટ્સમેને ડ્રેસિંગ રૂમમાં સિગ્નલ કરી મેડિલકલ હેલ્પ માગી હતી. પરંતુ દિલ્હીના ખેલાડીઓએ માણસાઈના નાતે પણ મદદ માટે આગળ ન આવ્યા અને વિદર્ભનો ખેલાડી તડપતો રહ્યો. ત્યાં સુધી કે અમ્પાયર્સે પણ આ સમયે કોઈ પ્રકારની મદદ કરવાની જરૂરત ન સમજી.