રણજી ટ્રોફી ફાઇનલ : વિદર્ભને ૨૩૩ રનની લીડ, દિલ્હી મુશ્કેલીમાં - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રણજી ટ્રોફી ફાઇનલ : વિદર્ભને ૨૩૩ રનની લીડ, દિલ્હી મુશ્કેલીમાં

રણજી ટ્રોફી ફાઇનલ : વિદર્ભને ૨૩૩ રનની લીડ, દિલ્હી મુશ્કેલીમાં

 | 5:58 am IST

ઇંદોર, તા. ૩૧

પ્રથમવાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચેલી વિદર્ભની ટીમે દિલ્હી સામે પ્રથમ દાવમાં સાત વિકેટે ૫૨૮ રન બનાવી ૨૩૩ રનની સરસાઈ મેળવી લીધી છે. દિલ્હીની ટીમ પ્રથમ દાવમાં ૨૯૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભે મેચના ત્રીજા દિવસે માત્ર ત્રણ વિકેટ ગુમાવી હતી અને ૩૨૨ રન જોડયા હતા. આ સાથે વિદર્ભની ટીમે મેચમાં પકડ બનાવતાં ચેમ્પિયન બનવું લગભગ નિશ્ચિત બન્યું છે. કોઈ ચમત્કાર જ દિલ્હીની ટીમને મેચમાં વાપસી કરાવી શકે તેમ છે. જો આ મેચ ડ્રો થાયતો પણ પ્રથમ દાવના આધારે મેળવેલી લીડને કારણે વિદર્ભની ટીમ ચેમ્પિયન બની જશે.

વિદર્ભે મેચના ત્રીજા દિવસે ચાર વિકેટે ૨૦૬ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી પરંતુ ૨૪૬ રનના સ્કોરે વસીમ જાફર અને અપૂર્વ વખારે આઉટ થયા હતા. અહીંથી અક્ષય વાડકરે આદિત્ય સરવટે સાથે મળી સાતમી વિકેટ માટે ૧૬૯ રન જોડી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આદિત્ય સરવટે ૭૯ રન બનાવી આઉટ થયા બાદ અક્ષય વાડકરે પોતાની સદી નોંધાવવાની સાથે આઠમી વિકેટ માટે સિદ્ધેશ નેરાલ સાથે મળી ૧૧૩ રન જોડતાં ટીમનો સ્કોર ૫૨૮ રને પહોંચાડયો હતો. અક્ષય વાડકર ૧૩૩ રન અને સિદ્ધેશ નેરાલ ૫૬ રન બનાવી રમતમાં હતા. દિલ્હી તરફથી નવદીપ સૈનીએ ત્રણ અને આકાશ સુદને બે વિકેટ ઝડપી હતી. નીતીશ રાણા અને કુલવંત ખેજરોલિયાને ૧-૧ વિકેટ મળી હતી.