રણજી ટ્રોફી ટૂર્નામેન્ટની મેચો તટસ્થ સ્થળોએ રમાશે - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રણજી ટ્રોફી ટૂર્નામેન્ટની મેચો તટસ્થ સ્થળોએ રમાશે

રણજી ટ્રોફી ટૂર્નામેન્ટની મેચો તટસ્થ સ્થળોએ રમાશે

 | 4:34 am IST

નવી દિલ્હી, તા. ૩

બીસીસીઆઈ દ્વારા ૨૦૧૬-૧૭ની સિઝન માટે સિનિયર, જુનિયર અને મહિલા સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. જેમાં રણજી ટ્રોફી ટૂર્નામેન્ટની મેચો તટસ્થ સ્થળોએ રમાશે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની ટેકનિકલ કમિટીએ ગત મે મહિનામાં તમામ સ્થાનિક ટૂર્નામેન્ટની મેચ તટસ્થ સ્થળોએ યોજવાની ભલામણ કરી હતી. બોર્ડ દ્વારા જણાવાયું કે, વિજય હજારે ટ્રોફી અને ટી-૨૦ ટૂર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીને રણજી ટ્રોફીની મેચ પૂર્ણ થયા બાદ યોજાશે.

તટસ્થ સ્થળોએ મેચ રમવાથી કોઈ પણ ટીમને હોમ ગ્રાઉન્ડ પર રમવાનો વધારાનો લાભ નહીં મળે અને ખેલાડીઓને અલગ-અલગ પીચ પર રમવાનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સ્થાનિક ક્રિકેટ કાર્યક્રમ અનુસાર ૮૩મી રણજી ટ્રોફીની શરૂઆત છ ઓક્ટોબરથી થશે જે ૧૧ જાન્યુઆરી સુધી ચાલશે. રણજી ટ્રોફીની પ્રથમ મેચમાં છત્તીસગઢની ટીમ રાંચીમાં ત્રિપુરા સામે પદાર્પણ કરશે. છત્તીસગઢ ગ્રૂપ સીમાં ૧૦મી ટીમ તરીકે સામેલ છે.

ગ્રૂપ એ અને ગ્રૂપ બીમાં નવ-નવ ટીમ રહેશે અને ટૂર્નામેન્ટ કુલ ૨૮ ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ ૧૭થી ૨૧ ડિસેમ્બર સુધી યોજાશે જેમાં ગ્રૂપ એ અને ગ્રૂપ બીમાંથી ત્રણ-ત્રણ ટીમો અને ગ્રૂપ સીમાંથી બે ટીમો પહોંચશે. ૨૭થી ૩૧ ડિસેમ્બર સુધી સેમિફાઇનલ મુકાબલા યોજાશે જ્યારે સાતથી ૧૧ જાન્યુઆરી સુધી ફાઇનલ મેચ રમાશે.

ગત ચેમ્પિયન મુંબઈની ટીમ ગ્રૂપ એમાં છે જ્યારે ગત સિઝનમાં સેમિફાઇનલમાં પહોંચનાર મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને રેલવે તેમજ ગત રનર અપ સૌરાષ્ટ્રની ટીમને પ્રમોટ કરીને ગ્રૂપ બીમાં સામેલ કરયા છે.

રણજી ટ્રોફીના ગ્રૂપ 

ગ્રૂપ એ : મુંબઈ, બરોડા, પંજાબ, મધ્ય પ્રદેશ, બંગાળ, ગુજરાત, તામિલનાડુ, રેલવે, ઉત્તર પ્રદેશ

ગ્રૂપ બી : સૌરાષ્ટ્ર, ઓડિશા, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ, વિદર્ભ, કર્ણાટક, રાજસ્થાન, ઝારખંડ

ગ્રૂપ સી : હૈદરાબાદ, હરિયાણા, કેરળ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, સેના, ગોવા, જમ્મુ-કાશ્મીર, આંધ્ર, છત્તીસગઢ