NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રણજી ટ્રોફી: વિનયકુમારની હેટ્રિક, મુંબઈ 173માં ઓલઆઉટ

રણજી ટ્રોફી: વિનયકુમારની હેટ્રિક, મુંબઈ 173માં ઓલઆઉટ

 | 8:51 pm IST

કર્ણાટકના ઝડપી બોલર અને કેપ્ટન વિનય કુમારે નાગપુરમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં હેટ્રિકની સાથે કુલ છ વિકેટ ઝડપતાં મુંબઈની ટમ 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કર્ણાટકે મયંક અગ્રવાલના અણનમ 62 રની મદદથી પ્રથમ દિવસની રમતના અંતે એક વિકેટે 115 રન બનાવી લીધા છે. હવે કર્ણાટકની ટીમ 58 રન પાછળ છે અને તેમની નવ વિકેટ બાકી છે.

વિનયકુમારની આ હેટ્રિક રણજી ટ્રોફીના ઇતિહાસમાં 75મી હેટ્રિક છે જ્યારે આ સિઝનમાં પ્રથમવાર હેટ્રિક નોંધાઈ છે. વિનયકુમારે મેચની પ્રથમ ઓવરના અંતિમ બોલે પૃથ્વી શોને આઉટ કર્યો હતો. તે પછી ત્રીજી ઓવરના પ્રથમ બોલે ઓપનર જય ગોકુલ બિસ્ટાને અને બીજા બોલે આકાશ પારકરને આઉટ કરી હેટ્રિક પૂર્ણ કરી હતી. વિનય કુમાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે વખત હેટ્રિક લેનાર કર્ણાટકનો બીજો બોલર બન્યો છે. આ પહેલાં કુંબલે પણ બે વખત હેટ્રિક લઈ ચૂક્યો છે.

વિનયકુમારની વેધક બોલિંગ સામે મુંબઈના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા જેને કારણે 103 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ધવલ કુલકર્ણીએ શિવમ્ મલ્હોત્રા સાથે મળી 10મી વિકેટ માટે 70 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવતાં ટીમનો સ્કોર 173 રન થયો હતો. ધવલ કુલકર્ણી 75 રન બનાવી અંતિમ વિકેટના રૂમાં આઉટ થયો હતો.

ગુજરાત સામે બંગાળના છ વિકેટે 261 રન
ઓપનર અભિમન્યુ ઇશ્વરનના 129 રન અને અનુસ્તુપ મજુમદારના 94 રનની મદદથી બંગાળની ટીમે ગુજરાત સામેની ક્વાર્ટર ફાઇનલ મેચના પ્રથમ દિવસે છ વિકેટ ગુમાવી 261 રન બનાવ્યા હતા. બંગાળે એક સમયે 59 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી ત્યારે ઇશ્વરન અને મજુમદારે પાંચમી વિકેટ માટે 175 રન જોડી ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. ઇશ્વરન 129 રન અને મજુમદાર 94 રન બનાવી આઉટ થયો હતો. ગુજરાત તરફથી ઇશ્વર ચૌધરીએ ત્રણ જ્યારે ચિંતન ગજાએ બે વિકેટ ઝડપી હતી. એક વિકેટ સિદ્ધાર્થ દેસાઈને મળી હતી.