Ranu Mondal again trolled after forget her song with Himesh Reshammiya
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાનૂ મંડલની વધુ એક ફિસિયારી, જાહેરમાં જ પડ્યા બરાબરના ભોંઠા…જુઓ Video

રાનૂ મંડલની વધુ એક ફિસિયારી, જાહેરમાં જ પડ્યા બરાબરના ભોંઠા…જુઓ Video

 | 10:07 pm IST

રેલવે પ્લેટફોર્મ પર લતા મંગેશકરનું ગીત ગાઈને રાતો રાત સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરમાં લોકપ્રિય થઈ રાનૂ મંડલ એકવાર ફરી જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે. જોકે આ વખતે તે મેકઅપ અથવા ફેન્સ સાથે ખરાબ વર્તનના કારણે નહીં પરંતુ પોતાના જ ગીતના કારણે ટ્રોલ થઈ રહી છે.

હાલ સોશિયલ મીડિયા પર રાનૂ મંડલના એક ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પબ્લિકની માંગ પર રાનૂ મંડલને ગીત ગાવાનું કહેવામાં આવે છે. રાનૂ, હિમેશ રેશમિયા સાથે જે ગીત ગાયું છે ‘તેરી મેરી કહાની…’ એ ગાવાનું કહે છે. પરંતુ ત્યાર બાદ એક એવી ઘટના બને છે જે જોઈ ત્યાં હાજર સૌ કોઈ ચોંકી જાય છે. આપને જણાવી દઈએ કે વીડિયો મુજબ રાનૂ જ્યારે ગીત ગાવા માઇક પકડે છે તો થોડીવાર ચુપ રહે છે અને પરેશાન થઈ જાય છે. પછી તે કહે છે કે,‘OMG હું ગીત ભૂલી ગઈ.’

રાનૂની આ વાતને ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી. રાનૂ મંડલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો અલગ-અલગ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. ઉપરાંત કેટલાક ક્રિએટિવ મિમ્સ બનાવીને પોસ્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં રાનૂ તેના ગીતના બોલ ભૂલી ગઈ હોય એમ લાગી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: નિત્યાનંદ સામે લડતા સંગઠનોએ માન્યો ‘સંદેશ ન્યૂઝ’નો આભાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન