ranu mondal daughter reply to troll ranu mondal makeup photo
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાનૂ મંડલની દીકરીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું-માતાને પહેલાથી જ આવો પ્રોબ્લેમ છે!

રાનૂ મંડલની દીકરીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું-માતાને પહેલાથી જ આવો પ્રોબ્લેમ છે!

 | 11:07 am IST

પોતાનો એક વીડિયો વાયરલ થતાં રાતોરાત ઇન્ટરનેટ પર તહેલકો મચાવનાર અને પછી બોલિવૂડમાં બેકગ્રાઉન્ડ સિંગર તરીકે ડેબ્યૂ કરનાર રાનૂ મંડલને લગભગ બધા ઓળખે છે. એક સમય એવો હતો જ્યારે તેમના દરેક વીડિઓ પર ફેન્સનો જબરદસ્ત સપોર્ટ ટેકો હતો. પરંતુ આજે ઘણી વખત રાનૂ મંડલને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરનારા લોકો માટે હવે રાનૂ મંડલની દીકરીનું નિવેદન સામે આવ્યું છે અને એક નવો ખુલાસો કર્યો છે.

આ પહેલા રાનૂ મંડલનો એક વધારે મેકઅપનો વીડિયો વાયરલ થયો હતો. દરેક જણે આ તસવીરોને લઈ રાનૂની મજાક ઉડાવી હતી. તો કોઈએ તસવીરોના મિમ્સ પણ બનાવ્યાં હતા. ઘણા લોકો તો એમ પણ કહેતા હતા કે આ મેકઅપમાં રાનૂ કોઈ ભૂત કરતાં ઓછી નથી લાગતી. રાનૂને ટ્રોલ કરવાની પ્રક્રિયા જાણે કે હજુ પણ પૂરી નથી થઈ. તે જ સમયે એક વેબસાઇટના અહેવાલ મુજબ રાનૂની દીકરી આ મામલે ખુલ્લેઆમ ચર્ચા કરી છે.

રાનૂની દીકરી એલિઝાબેથે કહ્યું, ‘મારી માતાને આ રીતે ટ્રોલ કરવામાં આવતી જોઈને મને ખૂબ જ દુખ થાય છે. આ સાથે એલિઝાબેથે ખુલાસો કર્યો કે રાનૂને પહેલાથી જ એટીટ્યૂડનો પ્રોબ્લેમ છે, જેના કારણે તે પહેલાંથી જ આવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જો કે તેમણે કહ્યું, ‘તે ખૂબ જ દુખી છે. જે વ્યક્તિએ પોતાના જીવનમાં આટલો સંઘર્ષ કર્યો અને જ્યારે તેને મોટી સફળતા મળી, ત્યારે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે’.

એલિઝાબેથે કહ્યું, ‘ભલે લોકો રાનૂને ગમે તેટલી ટ્રોલ કરે પરંતુ રાનૂને લોકો તેમના સંગીત માટે હંમેશાં ચાહે છે અને તેમના ગીતો પણ સાંભળે છે’. ઉલ્લેખનીય છે કે રાનૂ મંડલને ભૂતકાળમાં પણ તેના એક વીડિયો માટે લોકોએ ટ્રોલ કરી હતી. જેમાં તે એક ફેન્સ પર ગુસ્સે જોવા મળી રહી હતી.

આ વીડિયો પણ જુઓ: ‘સંદેશ ન્યૂઝ’ બન્યું વિદ્યાર્થીઓનો અવાજ પાર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન