ranu-mondal-make-up-video viral With make-up-artist-share
  • Home
  • Videos
  • Featured Videos
  • રાનૂ પર કોમેન્ટ કરતાં પહેલા 7 વાર જુઓ આ VIDEO, મેકઅપની અસલી કહાની રોવડાવી દેશે!

રાનૂ પર કોમેન્ટ કરતાં પહેલા 7 વાર જુઓ આ VIDEO, મેકઅપની અસલી કહાની રોવડાવી દેશે!

 | 3:54 pm IST

રાનૂ મંડલ સજીધજીને કાનપૂરના એક ઈવેન્ટમાં પહોંચી હતી અને ત્યા રેમ્પવોક કર્યું. પરંતુ સોશિયલ મીડિયામાં તેની ભારે ફજેતી કરવામાં આવી. વધારે મેકઅપના કારણે રાનૂ લોકોના નિશાને ચડી ગઈ. પરંતુ હવે રાનૂનું મેકઅપ કરનાર લેડીએ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે રાનૂનો મેકઅપ કરવામાં આવ્યો હતો. આર્ટિસ્ટે કહ્યું કે, ખુબ મહેનત કરીને રાનૂનો મેકઅપ તૈયાર કર્યો. પરંતુ ફેક ફોટોએ બધું બગાડી નાખ્યું. એ પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે સંધ્યા રાનૂનુ સ્વાગત પણ કરે છે. 1 મિનિટ 46 સેકન્ડનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે..

મેકઅપની આર્ટિસ્ટે કહ્યું કે, તમે બંને તસવીરો જોઈ શકો છો. એક ફોટો કે જેમાં અમે ખુબ મહેનત કરીને કામ કર્યું અને બીજો ફોટો કે જેને એડિટ કરીને લોકો દ્વારા તૈયાર કરવામાં આવી. તેના પર બધા જોક્સ બનાવી રહ્યા છે. અમને પણ જોઈને હસવું આવ્યું. પરંતુ બીજાને ઠેસ પહોંચાડવી એ ગૂનો છે. અમને આશા છે કે તમે અસલી ફોટો અને નકલી એડિટ કરેલો ફોટો જોઈને તફાવત સમજી શકશો. અમે ફક્ત આટલું જ કહેવા માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન