Ranu Mondal misbehaved with Media video goes viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • કામયાબી માથે ચડી! રાનૂ મંડલનો વધુ એક વાહિયાત વર્તનનો Video વાયરલ

કામયાબી માથે ચડી! રાનૂ મંડલનો વધુ એક વાહિયાત વર્તનનો Video વાયરલ

 | 4:23 pm IST

સોશિયલ મીડિયા પર પોતાના મધુર આવાજના કારણે રાતો રાત લોકપ્રિય થઈ રાનૂ મંડલ હાલ તેના ખરાબ વર્તનના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ફેન્સ સાથે રાનૂ મંડલના વાહિયાત વર્તનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે હવે મીડિયા સાથે રાનૂ મંડલના અજીબોગરીબ આચરણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં રાનૂ મંડલ મીડિયા સાથે વાતચીત દરમિયાન અજીબ વર્તન કરે છે. વાયરલ વીડિયોમાં જ્યારે એક રિપોર્ટર સવાલ પૂછે છે તો રાનૂ મંડલ અજીબ વ્યવહારથી તેનો જવાબ આપવાનું ટાળે છે અને મીડિયાને નજરઅંદાજ કરે છે. રિપોર્ટર પૂછે છે કે શું તમને વિશ્વાસ છે કે સપના સાકાર થાય છે. આ સવાલ પર રાનૂ મંડલ પોપકોર્ન ખાતા નજરે આવે છે અને અજીબ એક્સપ્રેશન આપીને કહે છે કે કઇ સંભળાતું નથી. રાનૂ મંડલની આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ રાનૂ મંડલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાનૂ સેલ્ફી લેવા આવેલ એક ફેન્સ સાથે ખરાબ વર્તન કરતા નજરે આવી હતી. જોકે હવે એક પછી એક ખરાબ વર્તનના વીડિયો વાયરલ થતા રાનૂના ફેન્સ ખૂબ જ હેરાન અને નિરાશ થયા છે. સાથે જ રાનૂ મંડલને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ: સુપ્રીમ કોર્ટના ચુકાદાને જીગ્નેશ દાદાએ ચુકાદાને આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન