Ranveer and Deepika Get Married In Italy
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનંદન! ‘બાજીરાવ’ની થઈ ‘મસ્તાની’, લાખ છૂપાવવા છતા લીક થઈ ગયો વિડીયો

અભિનંદન! ‘બાજીરાવ’ની થઈ ‘મસ્તાની’, લાખ છૂપાવવા છતા લીક થઈ ગયો વિડીયો

 | 5:33 pm IST

બોલીવુડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહે ઇટાલીમાં કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે આજે લગ્ન કરી લીધા છે. દીપિકા અને રણવીર સિંહે ઇટાલીનાં લેક કોમોમાં લગ્ન કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે આ કપલ 15 નવેમ્બરનાં રોજ એકવાર ફરી લગ્ન કરશે. આ લગ્ન સિંધી રીતિ-રિવાજ પ્રમાણે હશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આજનાં લગ્નમાં દીપિકા પાદુકોણે સફેદ અને ગૉલ્ડન કલરની સાડી પહેરી હતી.

આ કપલે પોતાના લગ્નને સંપૂર્ણ રીતે પ્રાઇવેટ રાખ્યા હતા. આ લગ્નની એક પણ ઝલક હજુ સુધી સામે આવી નથી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રણવીર અને દીપિકા ઇચ્છે છે કે તેઓ ખૂદ પોતાના લગ્નનો ફૉટો શેર કરે. આ માટે તેમણે તેમના દોસ્ત અને સંબંધીઓને ફૉટો ન શેર કરવા વિનંતી કરી હતી.

આ લગ્ન બાદ રણવીર અને દીપિકાનાં ખાસ મિત્ર અને ફિલ્મમેકર કરણ જોહરે અભિનંદન પાઠવ્યા છે. કરણ જોહરે ટ્વિટ કરતા લખ્યું કે, ‘શું સુંદર જોડી છે! નજર ઉતારી લો. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અભિનંદન. તમને બંનેને પ્રેમ. તમારું જીવન ખુશીઓથી ભરપુર રહે.’

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે સિંધી રીતિ-રિવાજ પ્રમાણે ઇટાલીમાં જ ફરી લગ્ન કરશે. આ લગ્નમાં દીપિકા રેડ અને ગૉલ્ડન કલરનાં ડિઝાઇનર શબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલા લહેંગામાં જોવા મળશે.