રણવીર-દીપિકા પદુકોણના લગ્નને કારણે ઇમોશનલ થયો રોહિત શેટ્ટી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણવીર-દીપિકા પદુકોણના લગ્નને કારણે ઇમોશનલ થયો રોહિત શેટ્ટી

રણવીર-દીપિકા પદુકોણના લગ્નને કારણે ઇમોશનલ થયો રોહિત શેટ્ટી

 | 12:19 am IST

આવતા અઠવાડિયે દીપિકા પદુકોણ અને રણવીરસિંહના લગ્ન થઈ રહ્યા છે ત્યારે ઇમોશનલ થયેલા રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે. રણવીરસિંહે રોહિતની સિમ્બાનું શૂટિંગ હાલ પૂરું કર્યું છે તો દીપિકા એની ચેન્નઈ એક્સ્પ્રેસમાં કામ કરી ચૂકી છે. રોહિત શેટ્ટીએ એની પોસ્ટમાં લખ્યું હતું કે, આજથી છ મહિના અગાઉ ૬ જૂન ૨૦૧૮ના દિવસે સિમ્બાની સફર શરૂ કરી હતી. આજે એ પૂરી થઈ છે ત્યારે મારી અંદર અનેક ઇમોશન આવી રહ્યા છે. સિમ્બા એટલે કે સંગ્રામસિંહ ભાલેરાવ, મારી અને રણવીરની પહેલી ફિલ્મ છે. ફિલ્મ શરૂ કરી ત્યારે રણવીર મારા માટે યુવાન ટેલેન્ટેડ સ્ટાર હતો પણ હવે નાના ભાઈ જેવો છે.