સોનમનું રિસેપ્શન અધવચ્ચે છોડીને ખૂણામાં જઈને બેસ્યો રણવીર, આ છે કારણ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમનું રિસેપ્શન અધવચ્ચે છોડીને ખૂણામાં જઈને બેસ્યો રણવીર, આ છે કારણ

સોનમનું રિસેપ્શન અધવચ્ચે છોડીને ખૂણામાં જઈને બેસ્યો રણવીર, આ છે કારણ

 | 12:36 pm IST

8મેના રોજ સોનમ કપૂરના લગ્ન અને રિસેપ્શનનો પ્રોગ્રામ યોજાયો. જેમાં અનેક બોલિવુડ સ્ટાર્સ ફ્ંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પરંતુ રણવીર સંહે દીપિકાના વગર જ પાર્ટીમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર રણવીરનો હાઈ એનર્જેટિક ડાન્સ વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તે જોરદાર એન્જોય કરતો નજરે આવ્યો હતો. પંરતુ શું તમે જાણો છો કે પાર્ટી, મસ્તી, ડાન્સનો રંગારંગ કાર્યક્રમ હોવા છતાં એક્ટર દીપિકાની યાદ તેને આવી રહી હતી.

સોશિયલ મીડિયા પર રણવીરની તસવીરો સામે આવી છે, જેમાં તે એક ખૂણમાં એકલો બેસીને ફોન પર વાત કરતો નજર આવી રહ્યો છે. આ દરમિયાન તે બહુ જ અપસેટ દેખાઈ રહ્યો છે. રણવીરની આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

ફોટો સામે આવ્યા બાદ ફેન્સે તેના પર ચર્ચા કરવાની શરૂ કરી હતી. એક ફેન ક્લબે આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, રણવીર સોનમ-આનંદના રિસેપ્શનમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો છે. જેના જવાબમાં લોકોએ દીપિકાના નામ પર મોહર લગાવી હતી.

આ વર્ષે થશે રણવીર-દીપિકાના લગ્ન
કેટલાય દિવસોથી રણવીર અને દીપિકાના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જોકે, બંનેએ લગ્નની આ વાતનું ખંડન કર્યું છે. તાજેતરમાં જ દીપિકાના પેરેન્ટ્સ બેંગલુરુથી મુંબઈમાં રણવીરના માતાપિતને મળવા આવ્યા હતા. બંનેના પરિવારોની મુલાકાત દીપિકાના ઘરમાં થઈ હતી, અને ત્યાં લગ્નની તારીખ વિશે વાત થઈ હતી. જેના બાદ બંનેના પરિવારજનો ડિનર કરવા માટે
બહાર ગયા હતા.

રિપોર્ટ અનુસાર, રણવીર-દીપિકા ડેસ્ટિનેશન વેડિંગ ઈચ્છે છે. પરંતુ રણવીરના પેરેન્ટ્સ ઈચ્છે છે કે લગ્નનો સમારોહ મુંબઈમાં યોજાયા. કેમ કે, તેના મોટાભાગના સંબંધીઓ ત્યાં જ રહે છે. ડેસ્ટિનેશન વેડિંગને કારણે તેમના મોટાભાગના સંબંધીઓ લગ્નમાં સામેલ થઈ શક્તા નથી.