Ranveer Singh And Alia Bhatt Spot On Airport In Unique Look
  • Home
  • Featured
  • Photos: બર્લિનથી પરત ફર્યા આલિયા અને રણવીર, જોવા મળ્યો શાનદાર લૂક

Photos: બર્લિનથી પરત ફર્યા આલિયા અને રણવીર, જોવા મળ્યો શાનદાર લૂક

 | 11:46 am IST

બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અત્યારે પોતાની ફિલ્મ ‘ગલી બૉય’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રીલીઝને હવે ફક્ત 3 દિવસ બાકી છે અને ફેન્સ આ ફિલ્મને લઇને ઘણા જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટ ફિલ્મનાં માર્કેટિંગ અને પ્રમોશનમાં કોઇ જ કસર બાકી રાખવા માંગતી નથી. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ તાજેતરમાં બર્લિનમાં શૉની ખાસ સ્ક્રીનિંગ કરાવીને પરત ફર્યા છે.

રણવીર સિંહ હંમેશાની જેમ આ વખતે પણ અલગ અંદાજમાં જોવા મળ્યો. તો આલિયા પણ ઘણી જ સુંદર લાગી રહી હતી. રણવીર સિંહે ઑલિવ ગ્રીન કલરની ટ્રાઉઝર્સ અને સ્વેટ શર્ટ પહેર્યો હતો. તો આલિયા ભટ્ટે સફેદ રંગનો ટ્રેક સૂટ પહેરેલો હતો જેની પર રેડ કલરની સ્ટ્રાઇપ્સ હતી. આલિયા અને રણવીર સિંહ બંનેએ મેચિંગ કલરનાં શૂઝ પહેર્યા હતા. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બૉય’ 14 ફેબ્રુઆરીનાં રોજ રીલીઝ થઇ રહી છે.

‘ગલી બૉય’ આ વર્ષે રીલીઝ થવા જઇ રહેલી રણવીર સિંહની પહેલી ફિલ્મ છે. તે અત્યારે પોતાના કેરિયરની પીક પર છે અને તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન