Ranveer Singh and Arjun Kapoor Dance Video goes Viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો રણવીર સિંહ, અર્જુન સાથે કર્યો જબરદસ્ત ડાન્સ

‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ની સ્ક્રીનિંગમાં પહોંચ્યો રણવીર સિંહ, અર્જુન સાથે કર્યો જબરદસ્ત ડાન્સ

 | 7:36 pm IST

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ આખરે આજે રિલીઝ થઈ ગઈ છે. જોકે રિલીઝ પહેલા ફિલ્મની સ્ક્રીનિંગ કેટલીક વખત મુંબઈમાં રાખવામાં આવી હતી. પરંતુ ગઈકાલે પણ અર્જુન કપૂરે એકવાર ફરી તેના મિત્રો અને પરિવારના સદસ્યો માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. જેમાં બોલિવૂડના કેટલાક એક્ટર્સ પહોંચ્યા હતા.

આ એક્ટર્સમાં અભિનેતા અને અર્જુન કપૂરનો સારો મિત્ર રણવીર સિંહ પણ ફિલ્મ જોવા માટે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સામેલ થયો અને આ દરમિયાન રણવીર અને અર્જુને ફિલ્મ ‘ગુંડે’ના એક સોંગ પર શાનદાર ડાન્સ કર્યો અને ઘણી મસ્તી કરી. આ બન્ને અભિનેતાના ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે અર્જુન અને રણવીર સિંહે ફિલ્મ ‘ગુંડે’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ જફરે કર્યું હતું અને ફિલ્મમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન બન્ને એક્ટર ખૂબજ મસ્તી કરતા નજરે આવ્યા. અર્જુન કપૂર અને રણવીર સિંહે આ દરમિયાન ફેન્સની ફરમાઈશ પર જબરદસ્ત ડાન્સ પણ કર્યો. મીડિયાએ આ પળોને કેમેરામાં કેદ કરી લીધા. અર્જુન કપૂરની ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. જેને રાજ કુમાર ગુપ્તાએ ડાયરેક્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન