લગ્નમાં રણવીર સિહં અને અર્જુન કપૂરે સોનમ માટે ગાયું આ સોંગ, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્નમાં રણવીર સિહં અને અર્જુન કપૂરે સોનમ માટે ગાયું આ સોંગ, જુઓ Video

લગ્નમાં રણવીર સિહં અને અર્જુન કપૂરે સોનમ માટે ગાયું આ સોંગ, જુઓ Video

 | 11:17 pm IST

સોનમ કપૂરનના લગ્નની વીધીઓ પૂરી થઈ ચૂકી છે હવે તેના રિસેપ્શનની રાહ જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ માટે નવા નવા વીડિયો અને ફોટોની સરપ્રાઈઝ સામે આવી રહી છે. હવે સોનમના કઝીન રણવીર સિંહ અને અર્જુન કપૂરની મસ્તીનો આ વીડિયો વાઈરલ થયો છે.

લગ્નમાં પહોંચેલી સેલિબ્રિટીનો અંદાજ તમને ટ્વિટર પર તો ક્યારેક ઈન્સ્ટાગ્રામ પર જોવા મળશે. સોનમના આ બંને ભાઈઓ તેના લગ્નમાં તેની જ ફિલ્મનું સોંગ ‘મસક્કલી’ ગાતા જોવા મળી રહ્યા છે. પરંતુ ખુબ ઓછા લોકોને ખબર છે કે રણવીર સિંહ પણ સોનમનો કઝીન છે.

ફેન્સ સોનમના કઝીન અર્જુન, અંશુલા, જાહ્નવી અને ખુશીના ફોટોગ્રાફ સામે આવી રહ્યા છે. સોમનની માતાના પરિવાર સાથે તેનો સંબંધ છે. અર્જુન અને રણવીર દ્વારા આ સોંગ સોનમને ચિડાવવા માટે ગાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તમે પણ જુઓ આ બંને ભાઈઓનો અંદાજ.