Ranveer Singh and Deepika Padukone Come Back From Honeymoon
  • Home
  • Photo Gallery
  • Photos: હનીમૂન મનાવી પરત ફર્યા ‘દીપવીર’, હાથમાં હાથ લઇને જોવા મળ્યા એરપોર્ટ બહાર

Photos: હનીમૂન મનાવી પરત ફર્યા ‘દીપવીર’, હાથમાં હાથ લઇને જોવા મળ્યા એરપોર્ટ બહાર

 | 10:57 am IST

બોલીવુડની સુંદર જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હનીમૂન મનાવીને પરત ફર્યા છે. બંને એરપૉર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની જોડી ઘણી જ સુંદર લાગી રહી હતી. મુંબઈ એરપોર્ટ પર દીપિકા અને રણવીરની ખાસ ઝલક જોવા મળી હતી. દીપિકા બ્લેક આઉટફિટમાં ઘણી જ સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પરનું સ્મિત તે કેટલી ખુશ છે તે જાહેર કરે છે. તો રણવીર સિંહ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યો હતો.

એકસાથે હનીમૂન, ન્યૂ યર વેકેશન અને દીપિકાનો જન્મદિવસ મનાવીને આ જોડી ભારત પરત ફરી છે. એરપોર્ટથી બહાર નીકળતી વખતે બંને હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. દીપિકા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તો રણવીર સિંહે GUCCI ટી-શર્ટ, ડેનિમનું શર્ટ અને ચેકર્ડ પેન્ટ પહેર્યું હતુ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રીલીઝ થયેલી રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’એ બૉક્સઑફિસ પર શાનદાર કમાણી કરી છે.

બીજી તરફ રણવીર સિંહે ખુદ થોડાક દિવસ પહેલા ખુલાસો કર્યો હતો કે આ વર્ષે તેની અને દીપિકાની કોઈ જ ફિલ્મ આવવાની નથી. તેણે કહ્યું હતુ કે, “હું દીપિકા સાથે ફિલ્મ કરવા માટે ઘણો જ ઉત્સુક છું.”