Ranveer Singh and Deepika Padukone Reached At Siddhivinayak Temple Mumbai
  • Home
  • Featured
  • Photos: સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા રણવીર અને દીપિકા, જોવા મળ્યા આગવા અંદાજમાં

Photos: સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા રણવીર અને દીપિકા, જોવા મળ્યા આગવા અંદાજમાં

 | 4:08 pm IST

નવપરિણીત દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શુક્રવારનાં રોજ સવારે ગણપતિ બપ્પાનાં આશીર્વાદ લેવા માટે મુંબઈનાં સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા. તેમની સાથે સાથે તેમના પરિવારે પણ ગણપતિ બપ્પાનાં આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન રણવીર અને દીપિકા પરફેક્ટ કપલ લાગી રહ્યા હતા. બંને લાઇટ કલરનાં આઉટફિટમાં જોવા મળ્યા હતા. રણવીરે ક્રીમ કલરનાં કુર્તા-પાયજામાં સાથે જેકેટ પહેર્યું હતુ. તો દીપિકા લૉન્ગ ઈયરિંગ્સ, લાલ ચૂડા અને માથા પર સિંદૂર લગાવેલા ન્યૂલી બ્રાઇડ લૂકમાં જોવા મળી હતી.

દીપિકાએ લાઇટ ગ્રે કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો. મંદિરમાંથી પરત આવતા દરમિયાનની તસવીરોમાં તેઓ કેસરી કલરનાં ‘અંગવસ્ત્રમ’ પહેરેલા જોવા મળ્યા હતા. બંનેનાં માથા પર તિલક લગાવવામાં આવેલું છે. કહેવામાં આવે છે કે ‘અંગવસ્ત્રમ’ મંદિર તરફથી સ્ટાર્સને પ્રસાદની રીતે ભેટ આપવામાં આવ્યું હતુ. દીપિકા અને રણવીરની આ તસવીરો ઘણી જ સુંદર છે. બંનેની જોડી ઘણી જ જામી રહી છે. લગ્ન બાદ દીપિકા-રણવીનો લૂક ચર્ચામાં છે.

બંનેએ ઇટાલીમાં 14-15 નવેમ્બરનાં રોજ ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. બંનેનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અત્યારે કપલ રિસેપ્શન પાર્ટીમાં વ્યસ્ત છે. પહેલુ રિસેપ્શન બેંગલુરૂમાં અને બીજુ રિસેપ્શન મુંબઈમાં થયું હતુ. હવે ત્રીજુ રિસેપ્શન 1 ડિસેમ્બરનાં રોજ ફિલ્મ સ્ટાર્સ માટે થશે જેમાં બોલીવુડની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.