Ranveer Singh And Deepika Padukone Will Live Here
  • Home
  • Featured
  • Photos: અહીં રહેશે રણવીર-દીપિકા! ખરીદી લીધો છે આખો ફ્લોર

Photos: અહીં રહેશે રણવીર-દીપિકા! ખરીદી લીધો છે આખો ફ્લોર

 | 10:31 am IST

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્ની બની ગયા છે. બંનેએ ઇટાલીનાં લેક કોમોમાં લગ્ન કરી લીધા છે. આનંદ કારજની વિધિ બાદ બંનેએ પોતાના શાહી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઇન્ટેરનેટ પર આવતા જ તેમના ફૉટોએ ધમાલ મચાવી દીધી હતી. પહેલી તસવીરમાં બંનેએ સિંધિ રીતિ-રિવાજ પ્રમાણેનાં કપડા પહેર્યા હતા, જ્યારે બીજી તસવીરમાં કોંકણી રીતિ-રિવાજ પ્રમાણેનાં કપડા પહેર્યા હતા. બંને પતિ-પત્ની ફૉટો્સમાં ઘણા જ સ્ટનિંગ લાગી રહ્યા હતા.

ઇટાલીમાં લગ્ન બાદ મુંબઈમાં રણવીર અને દીપિકાનાં બંગલાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઘરનાં ફૉટો્સ વાયરલ થઈ રહી છે. દીપિકા પાદુકોણનાં ઘરને સંપૂર્ણ રીતે લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે. તો રણવીર સિંહનું ઘર પણ દુલ્હનની માફક તૈયાર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ બંગલામાં કલરફુલ લાઇટ્સ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ જે બિલ્ડિંગમાં રહે છે તેનો એક સંપૂર્ણ ફ્લોર ખરીદી લેવામાં આવ્યો છે. સંપૂર્ણ ફ્લોરનું રિનોવેશન કરવામાં આવ્યું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કપલ જલ્દી ત્યાં શિફ્ટ થશે.

ફૉટો્સ શેર કરતા જ કપલની અભિનંદન મળવા લાગ્યા છે. અનુષ્કાએ લખ્યું છે કે, ‘તમને બંનેને ખુશીઓનો સંસાર મળે અને એક સુંદર યાત્રા તમે નક્કી કરો. એક-બીજા પ્રત્યે પ્રેમ અને સમ્માન રાખો; ક્લબમાં તમારું સ્વાગત છે.’ દીપિકાની તસવીરને 54 લાખથી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે. તો રણવીરનાં ઇન્સ્ટાગ્રામ પર 34 લાખ લોકોએ તસવીરને લાઇક કરી છે.