Ranveer Singh and Deepika Will Merry in Sindhi Tradition
  • Home
  • Entertainment
  • Bollywood
  • રણવીર-દીપિકાનાં લગ્નને લઇને આવી મોટી ખબર, આ રીતિ-રિવાજ પ્રમાણે કરશે લગ્ન

રણવીર-દીપિકાનાં લગ્નને લઇને આવી મોટી ખબર, આ રીતિ-રિવાજ પ્રમાણે કરશે લગ્ન

 | 12:53 pm IST

બોલીવુડમાં આ વર્ષનાં સૌથી મોટા લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ નવેમ્બરમાં ઇટાલીમાં લગ્ન કરી લેશે. તો હવે આ જોડીને લઇને સમાચાર છે કે તેઓ સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે. જો કે બંને પોતાના લગ્નને લઇને ઘણું જ સંભાળીને કહે છે. તાજેતરમાં જ જ્યારે દીપિકાને તેના લગ્નને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, “આ વિશે તમને જલદી ખબર પડી જશે.”

ઇટાલીમાં થનારા આ લગ્નમાં પરિવાર અને નજીકનાં કેટલાક દોસ્તો ઉપસ્થિત રહેશે. લગ્ન બાદ એક ગ્રાન્ડ રિસેપ્શન મુંબઈમાં યોજાશે. અત્યારે લગ્નની અંતિમ તૈયારીઓ ચાલુ છે. જો કે રણવીર કે દીપિકાએ આ વિશે કશું જ જાહેર કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રણવીર અને દીપિકા રિલેશનશિપમાં છે. બંનેનો સંબંધ સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા- રામલીલા’ બાદ ગાઢ બન્યો હતો.