Ranveer Singh Haldi Celebration Photos Viral
  • Home
  • Featured
  • Photos: લગ્ન પહેલા આ રીતે થઈ હતી રણવીરની હલ્દી સેરેમની, જોઇ લો તસવીરો

Photos: લગ્ન પહેલા આ રીતે થઈ હતી રણવીરની હલ્દી સેરેમની, જોઇ લો તસવીરો

 | 2:43 pm IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નની તસવીરો જ્યારથી સામે આવી છે ત્યારથી તેમની જ ચર્ચા છે. બંનેનાં શાહી લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે ધીરે ધીરે તેમના લગ્નની અન્ય વિધીઓની તસવીર પણ સામે આવી રહી છે. અત્યારે રણવીર સિંહની હલ્દીની વિધીની તસવીરો વાયરલ થઈ રહી છે. યશરાજ કંપનીની કાસ્ટિંગ ડાયરેક્ટર શન્નો શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણવીર સિંહનાં હલ્દી ફંક્શનની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં રણવીર સિંહનાં સંપૂર્ણ ચહેરા પર હલ્દી લગાવવામાં આવી છે. તેણે સફેદ કુર્તો પહેર્યો છે અને એક સોનાની ચેન ગળામાં નાખેલી છે. તસવીરમાં સન્નો પણ તેની સાથે જોવા મળી રહી છે. શન્નો શર્માએ ફૉટો શેર કરતા રણવીર સિંહને લગ્નની શુભકામના આપી હતી. ઉલ્લેખનીય છે કે ઇટાલીનાં લેક કોમોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરનાં લગ્નનાં બંધનમાં બંધાયા. તેમણે સિંધી અને કોંકણી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

આ પ્રાઇવેટ વેડિંગમાં 30થી 40 લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. રણવીર અને દીપિકા મુંબઈ અને બેંગલુરુમાં રિસેપ્શન પાર્ટી આપશે.