ranveer singh hug virat kohli india victory against pakistan world cup 2019
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ભારતની જીતથી રણવીર સિંહ હરખમાં, મેદાન વચ્ચે જઈને કરવા લાગ્યો કંઈક આવું

VIDEO: ભારતની જીતથી રણવીર સિંહ હરખમાં, મેદાન વચ્ચે જઈને કરવા લાગ્યો કંઈક આવું

 | 10:27 am IST

રવિવારે ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં ધૂળ ચટાવી અને કારમી હાર આપી. આ મેચ એટલો રોમાંચક હતો કે એને જોવા માટે બોલિવૂડનાં સ્ટાર પર હાજર રહ્યાં હતા. રણવીર સિંહ, સૈફ અલી ખાન વગેરે જેવા મોટા સ્ટાર ભારતની ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યાં હતા. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં રણવીર સિંહ ભારતે મેચ જીતી લીધી ત્યારબાદ કોહલીને રમતનાં મેદાનમાં જઈને શુભકામનાઓ પાઠવતો જોવા મળે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે રણવીર સિંહ વિરાટ કોહલીને મેદાનમાં જઈને ગળે લગાડે છે અને બંન્ને કંઈક વાત-ચીત કરતા જોવા મળી રહ્યાં છે. રણવીર સિંહ જોશવાળા અંદાજ માટે તો પહેલાથી જ જાણીતો છે. તો આ વખતે પણ એનો એવો જ અંદાજ જોવા મળ્યો હતો. તો તમે પણ જુઓ વિરાટ અને રણવીર સિંહની આ મુલાકાત…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન