Ranveer Singh Photo shoot For Vogue Magazine With Sara Sampaio
  • Home
  • Featured
  • Photos: દીપિકાને છોડી વિદેશી મૉડલ સાથે જોવા મળ્યો રણવીર, જોઇ લો શાનદાર તસવીરો

Photos: દીપિકાને છોડી વિદેશી મૉડલ સાથે જોવા મળ્યો રણવીર, જોઇ લો શાનદાર તસવીરો

 | 8:50 am IST

બોલીવુડ એક્ટર રણવીર સિંહ અત્યારે ‘સિંબા’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તો તાજેતરમાં જ રણવીરે ઇન્ટરનેશનલ સુપર મૉડલ સારા સૈમપૈયોની સાથે Vogue મેગેઝિનનાં કવર પેજ માટ ફૉટોશૂટ કરાવ્યું હતુ. બંનેનું આ ફૉટોશૂટ ઘણું જ વાયરલ થઈ રહ્યું છે. આ ફૉટોશૂટ દરમિયાન રણવીર અને સારાની સુંદર કેમિસ્ટ્રી જોવા મળી હતી.

બંનેનાં ફેન્સ તેમના આ ફૉટોશૂટને ઘણું જ પસંદ કરી રહ્યા છે. આ ફૉટોશૂટ દરમિયાન બંનેની સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રણવીર અને સારાની મુલાકાત લંડનમાં થઈ જ્યાં બંનેએ એક આખો દિવસ ફૉટોશૂટ કરાવ્યું.

રણવીર સિંહ અત્યારે ફિલ્મ ‘સિંબા’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મમાં સારા અલી ખાન, આશુતોષ રાણા વગેરે કલાકારો છે. આ ફિલ્મમાં રણવીર એક એસપીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે અને રોહિત શેટ્ટી ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યો છે. ‘સિંબા’ 28 ડિસેમ્બરનાં રોજ રીલીઝ થશે. આ ઉપરાંત રણવીર ‘તખ્ત’, ’83’ અને ‘ગલી બૉય’ ફિલ્મમાં પણ જોવા મળશે.