Delhi: Ranveer Singh, Rohit Shetty, Varun Dhavan an many more celebs shared pics with PMModi
  • Home
  • Photo Gallery
  • PM મોદીએ રણવીર સિંહને આપી જાદૂની ઝપ્પી, તો બાકી સ્ટાર્સ સાથે આવી રહી મુલાકાત, જુઓ તસવીરો

PM મોદીએ રણવીર સિંહને આપી જાદૂની ઝપ્પી, તો બાકી સ્ટાર્સ સાથે આવી રહી મુલાકાત, જુઓ તસવીરો

 | 2:33 pm IST

બૉલીવુડના નવા ચહેરાઓ પર ગઇકાલ રાતથી એક ચમકદાર મુસ્કાન નજરે પડી રહી છે. અને હોય પણ કેમ ના! બોલીવુડના યંગ બ્રિગેડે ગઇકાલ એટલે કે ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. હવે આ મુલાકાત બાદ બોલીવુડ સ્ટાર્સની સાથે પીએમ મોદીની તસવીર વાયરલ થઇ રહી છે, તેમની સાથે તમામ સ્ટાર્સે પોતાના સોશિયલ મીડિયા વૉલ પર પીએમની સાથેનો ફોટો શેયર કર્યો છે.

રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન જેવા ઘણા સ્ટાર્સે ગઇકાલે એટલે કે ગુરુવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક ત્યારે થઇ રહી છે જ્યારે અમુક અઠવાડિયા પહેલા વડાપ્રધાને બોલીવુડ પ્રોડ્યૂસરો સાથે મુલાકાત કરી અને તેમના ફિલ્મ ઉદ્યોગની સામે આવનાપ મુશ્કેલીઓની ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ સરકારે ફિલ્મની ટિકીટો પર જીએસટી ઘટાડી દીધો હતો.