ranveer singh shares a picture corona lockdown and quarantine
  • Home
  • Entertainment
  • Bollywood
  • આઈસોલેશનમાંથી બહાર આવીને રણવીર સિંહે શેર કર્યો PHOTO, જોઈને લોકો ગભરાઈ ગયા!

આઈસોલેશનમાંથી બહાર આવીને રણવીર સિંહે શેર કર્યો PHOTO, જોઈને લોકો ગભરાઈ ગયા!

 | 10:38 am IST

કોરોના વાયરસને લઈને હાલમાં 100થી પણ વધારે દેશ પ્રભાવિત છે અને હજુ પણ આ વાયરસ થમવાનું નામ નથી લેતો. બધા દેશો અત્યારે કોરોના વિરુદ્ધમાં જંગ લડી રહ્યા છે અને લોકોને બચાવવાની પુરી કોશિશ કરી રહ્યા છે. કેટલાય લોકોએ કોરોનાને લઈ પોતાને રૂમમાં બંધ કરી લીધા છે. સેલેબ્સ, રાજનેતાઓ તમામ લોકો ઘરમાં અંદર રહીને સમય વિતાવી રહ્યા છે.

View this post on Instagram

Me coming out of quarantine

A post shared by Ranveer Singh (@ranveersingh) on

કોરોનાના ખતરા વચ્ચે રણવીર સિંહે પોતાની ચિર-પરિચિત અંદાજમાં એક ફની પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં રણવીરના મોટા મોટા વાળ અને ખતરનાક આંખો સાથે જોવા મળી રહ્યો છે. રણવીર સિંહે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, જ્યારે આપ ક્વોરેંટિનની બહાર આવો ત્યારે…

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર લોકો ઘરે બેઠા બેઠા પોતાની રીતે સમય પસાર કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો ઘરે બેસીને બોર પણ થઈ રહ્યા છે. પરંતુ પોતાની અને બીજાની સુરક્ષા માટે ઘરે જ સમય પસાર કરી રહ્યા છે. રણવીરની આ પોસ્ટ પણ લોકો કોમેડી રિએક્શન આપી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: કોરોનાના મહામારીને પગલે દેશનું આરોગ્ય વિભાગ સક્રિય થયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન