Ranveer Singh Started Practice For Kapil Dev Biopic '83'
  • Home
  • Photo Gallery
  • Photos: રણવીર સિંહે શરૂ કરી કપિલ દેવની બાયૉપિકની તૈયારી, ક્રિકેટ રમતો જોવા મળ્યો

Photos: રણવીર સિંહે શરૂ કરી કપિલ દેવની બાયૉપિકની તૈયારી, ક્રિકેટ રમતો જોવા મળ્યો

 | 6:06 pm IST

બોલીવુડનો સૌથી ચર્ચિત એક્ટર રણવીર સિંહ અત્યારે ફિલ્મ ‘ગલી બૉય’ને લઇને ચર્ચામાં છે. આવામાં હવે તેમણે પોતાની ફિલ્મ ’83’નાં શૂટિંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણવીર સિંહ કબીર ખાન સાથે મુંબઈમાં સ્પોટ થયો હતો. રણવીર સિંહ ક્રિકેટની પીચ પર જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ’83’ ફિલ્મ ભારતનાં દિગ્ગજ ઑલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન કપિલ દેવની બાયોપિક છે.

તાજેતરમાં જ રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ માટે પ્રેક્ટિસ કરતો હોય તેના ફૉટો શેર કર્યા હતા. આ ફિલ્મ કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ દેવ અને 1983માં ભારતે જીતેલા પ્રથમ વર્લ્ડ કપની વાત હશે.

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહને આ ફિલ્મ માટેનાં પોતાના પાત્રને સૌથી મુશ્કેલ ગણાવ્યું છે. રણવીર સિંહ અત્યારે કપિલ દેવની બોલિંગ અને બેટિંગ શીખી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન