Ranveer Singh Still Working For Simba and Not Stopped Working Because of Marriage
  • Home
  • Featured
  • Photos: એક તરફ લગ્ન-બીજી તરફ શૂટિંગ, રણવીર સિંહે નથી બંધ કર્યું કામ

Photos: એક તરફ લગ્ન-બીજી તરફ શૂટિંગ, રણવીર સિંહે નથી બંધ કર્યું કામ

 | 2:38 pm IST

બોલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનાં લગ્નની તારીખ સામે આવી ગઈ છે. બંનેનાં લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક દિવસ પહેલા દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. દીપિકા પાસે અત્યારે કોઈ ફિલ્મ નથી જેના કારણે તેના માટે લગ્નની વિધિઓ પૂર્ણ કરવી સરળ થઈ ગઈ છે.

જ્યાં સુધી વાત છે રણવીર સિંહની તો તેના માટે થોડુક મુશ્કેલ થઈ રહ્યું છે. રણવીર સિંહ અત્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંબા’માં વ્યસ્ત છે. જો કે તે ટાઇમ મેનેજ કરીને લગ્નની વિધિઓ માટે પણ સમય નીકાળી રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ રણવીર ફક્ત એક દિવસ માટે ફ્લાઇટ લઇને મુંબઈ આવ્યો હતો. તેણે લગ્ન પહેલાની કેટલીક વિધિઓ પૂર્ણ કરી હતી અને ત્યારબાદ પાછો શૂટ માટે રવાના થયો હતો.

આ દરમિયાન તેણે પોતાના નજીકનાં દોસ્તો અને સંબંધીઓની સાથે સમય વિતાવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંબા’નું શૂટિંગ 7 નવેમ્બર સુધી પૂર્ણ થવાનું છે. ‘સિંબા’ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન જોવા મળશે.