Ranveer singh talked about debut,Denied Rumor
  • Home
  • Entertainment
  • ડેબ્યુની વાત પર રણવીર સિંહે કર્યો ખુલાસો, કહ્યું ‘મારી જાત પર ગર્વ છે’

ડેબ્યુની વાત પર રણવીર સિંહે કર્યો ખુલાસો, કહ્યું ‘મારી જાત પર ગર્વ છે’

 | 6:16 pm IST

રણવીર સિંહ યશરાજ બેનરની ફિલ્મ ‘બેંડ બાજા બારાત’થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમય એવી ખબર આવી હતી કે રણવીર સિંહના પિતાએ આદિત્ય ચોપડાને 10 લાખ રૂપિયા આપ્યા હતા. તેથી તેઓ રણવીર સાથે એક ફિલ્મ બનાવે. જોકે આ વિશે હાલ રણવીર સિંહે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ફિલ્મફેર સાથે વાટાઘાટ દરમિયાન રણવીર સિંહને પૂછવમાં આવ્યું કે તેમના વિશે સૌથી મોટી અફવા કઇ સાંભળી છે. જેનો જવાબ આપતા રણવીરે કહ્યું કે, ‘મારા ડેબ્યૂના સમયે એવું કહેવામાં આવ્યું હતું કે મારા પિતાએ આદિત્ય ચોપડાને 10 લાખ રૂપિયા આપ્યા હતા જેથી તેઓ મને યશરાજ બેનર હેઠળ લોન્ચ કરી શકે. ચોક્કસપણે એવું સાંભળીને મને દુ:ખ થયું હતું. આ ખૂબજ બિનજરૂરી વાત હતી. આવી અફવાઓથી મારા ટેલેન્ટ પર સવાલ ઉભા થયા છે.’

વધુ ઉમેરતા રણવીર સિંહે કહ્યું કે,‘બોલીવૂડમાં કરિયર બનાવવા માટે મે ઘણો સંઘર્ષ કર્યો છે. મને મારી જાત પર ગર્વ છે. ઈન્ડસ્ટ્રીમાં જે લોકો સ્ટ્રગલ માટે આવે છે, ઘણી વખત મને મેસેજ કરીને પૂછે છે કે અમે રૂપિયા એકત્ર કરી લીધા છે યશરાજ બેનર હેઠળ લોન્ચ થવા હવે શું કરવું જોઈએ.’

નોંધનીય છે આ વર્ષની શરૂઆતમાં રણવીર સિંહની સારા અલી ખાન સાથેની મુખ્ય ભૂમિકાવાળી એક ફિલ્મ શિમ્બા રિલિઝ થઈ હતી જેને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું હતું. જ્યારે હવે રણવીર કપૂર, આલિયા ભટ્ટ સાથેની ફિલ્મ ‘ગલી બોય’ લઈને આવી રહ્યો છે જે આગામી મહિનાની 14મી તારીખે રિલિઝ થવાની છે. આ ફિલ્મ જોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રણવીર સિંહે એક રૈપરની ભૂમિકા ભજવી છે જે ડિવાઇનના જીવનથી પ્રેરિત છે.