રાપરઃ ભાભીની હત્યા કરીને જેઠે કર્યો પિતાને ફોનને કહ્યું ‘મેં બદલો લઈ લીધો છે’ - Sandesh
  • Home
  • Bhuj
  • રાપરઃ ભાભીની હત્યા કરીને જેઠે કર્યો પિતાને ફોનને કહ્યું ‘મેં બદલો લઈ લીધો છે’

રાપરઃ ભાભીની હત્યા કરીને જેઠે કર્યો પિતાને ફોનને કહ્યું ‘મેં બદલો લઈ લીધો છે’

 | 3:04 pm IST

રાપર તાલુકાના નંદાસરમાં આડા સંબંધમાં નાના ભાઈનું કાસળ કઢાવી નાખ્યાનો વહેમ રાખીને સોમવારે બપોરનાં અરસામાં જેઠે વહુના ગાળામાં છરીના ઉપરા છાપરી પ્રહારો કરીને તેણીને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો.

રાપર પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે સોમવારે બપોરે એક વાગ્યાના અરસામાં આ ચકચારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તાલુકાના નંદાસર ગામે ગત 20-9નાં મધ્યરાત્રિનાં ગોડજી જામાજી સમા પોતાના ઘરનાં આંગણામાં સૂતા હતા ત્યારે આડા સંબંધમાં આરોપી રાજુજી પથુજી સમાએ તેના ઘરે ધારિયાના પ્રહારો કરીને યુવાનની હત્યા કરી નાખી હતી.

નંદાસરમાં યુવાનની ઘાતકી હત્યાના બનાવની હજી તો શાહી પણ સુકાઈ નથી ત્યાં વળી, હાલાજી જામાજી સમાે તેના ભાઈની પત્ની રિઝવાના ગોડજી સમાના આડા સંબંધના કારણે ગોડજીનું કાસળ કાઢી નાખ્યું હોવાનો વહેમ રાખીને આ બનાવને અંજામ આપ્યો હતો.

જેમાં આજે રીઝવાના ઘેર એકલી હતી ત્યારે આરોપી જેઠ હાલાજી તેણીના ઘરમાં ઘૂસી છરી વડે ઉપરા છાપરી પ્રહારો કર્યા હતા અને ગળું કાપી નાખી રીઝવાનાની હત્યા નીપજાવી નાખી હતી.

હત્યાના હિચકારા બનાવ બાદ ઘટનાની જાણ થતાં રાપર પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ મૃતકના પિતા રાજમલજી વેલજી સમાની ફરિયાદ પરથી આરોપી હાલાજી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. જે અંગે પીએસઆઈએ જણાવ્યું હતું કે, આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે.

મેં બદલો લઈ લીધો છે…
રાપરના નંદાસરમાં યુવાનની હત્યા બાદ યુવાનના ભાઈએ વહીની હત્યા નીપજાવી નાખતાં સનસનાટી મચી ગઈ હતી. ત્યારે આરોપી હાલાજીએ મહિલાને મોતને ઘાટ ઉતારી નાખ્યા બાદ પિતાને ફોન કર્યો હતો અને મેં બદલો લઈ લીધો છે. તેવું કહ્યું હતું.

બે બાળકો નોધારા બન્યા
ભાઈની હત્યાના થોડા દિવસ બાદ તેની પત્નીની હત્યાની ઘટનાની પિતા અને માતાની છત્ર છાયા ગુમાવનાર બે સંતાનો અનાથ બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન