ગાંધીનગર : આસારામ દ્વારા યૌન શોષણ કેસમાં સાક્ષીની ઉલટ તપાસ પૂર્ણ - Sandesh
  • Home
  • Featured
  • ગાંધીનગર : આસારામ દ્વારા યૌન શોષણ કેસમાં સાક્ષીની ઉલટ તપાસ પૂર્ણ

ગાંધીનગર : આસારામ દ્વારા યૌન શોષણ કેસમાં સાક્ષીની ઉલટ તપાસ પૂર્ણ

 | 9:21 pm IST

ગાંધીનગર ખાતે આસારામ વિરુદ્ધ ચાલી રહેલા યૌન શોષણ કેસમાં સાક્ષી ઈશ્વર નાયકની ઉલટ તપાસ પૂર્ણ થઈ છે. આ કેસમાં વધું સુનાવણી 12થી 15 જૂને હાથ ધરવામાં આવશે. આ કેસમાં અન્ય સાક્ષીઓની ઉલટતપાસ કરવામાં આવશે.

આસારામ દ્વારા પીડિતાનું યૌન શોષણ કરવામાં આવ્યું હોવાને મામલે ગાંધીનગરમાં ચાલી રહેલા કેસમાં આસારામ વિરુદ્ધ સાક્ષી ઈશ્નર નાયકની ઉલટ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હવે કેસના અન્ય સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવશે. અત્યારસુધીમાં કુલ 34 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. જ્યારે આ કેસમાં બચાવ પક્ષ તરફથી સીડી અને અરજી રજૂ કરવામાં આવી છે. કોર્ટે ઘણી અરજીઓ ગ્રાહ્ય ન રાખી હોવાનો દાવો બચાવપક્ષના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં આસારામ દ્વારા પીડિતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો કેસ ચાલી રહ્યો છે. જેમાં સાક્ષી ઈશ્વર નાયકની ઉલટ તપાસ પૂર્ણ થઈ હતી. આ કેસમાં આસારામના ગળે ગાળીયો ભીંસાઈ રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ જોધપુરની કોર્ટમાં પીડિતા સાથે દુષ્કર્મના આરોપ સર કસુરવાર ઠરાવાયેલા આસારામ હાલમાં જેલમાં સજા કાપી રહ્યાં છે ત્યારે ગાંધીનગરમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલો યૌન શોષણનો કેસ તેમના માટે વધું મુશ્કેલીઓ સર્જશે તેમ હાલ માનવામાં આવે છે.