દ્વારકામાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર - Sandesh
  • Home
  • Gujarat
  • દ્વારકામાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર

દ્વારકામાં 7 વર્ષની બાળકી પર બળાત્કાર

 | 7:20 pm IST

દેવભૂમિ દ્વારકામાં એક નરાધમે સાત વર્ષની બાળાને પીંખી નાંખી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં એક દિવસમાં વધું બે માસુમ બાળકી પર બળાત્કારની ઘટના નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર પોલીસ વિસ્તારની હદમાં આવેલા ખીરસરા ગામમાં એક 7 વર્ષની માસુમ બાળકીને ફોસલાવીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે. આ બનાવની જાણ થતાં જ દોડી ગયેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

આ મામલ પોલીસનું કહેવું છે કે બાળકીને ફોસલાવીને તેના પર બળાત્કાર ગુજારાયો હતો. જો કે બાળકીએ પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરતા, પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.