રાજકોટમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

રાજકોટમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

 | 2:29 pm IST

સુરતમાં 11 વર્ષીય બાળકી પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ દ્વારા બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાના કેસમાં હજી પૂરેપૂરો ભેદ ઉકેલાયો નથી ત્યાં રાજકોટમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો વધું એક કિસ્સો બહાર આવ્યો છે. માનવતાને શર્મસાર કરતા આ કિસ્સામાં પાડોશમાં રહેતા શખ્સ દ્વારા જ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તેણે 3-3 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે બાળકીની વિધવા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન મહિલા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના રૈયા ચોકડી  વિસ્તાર નજીક રહેતા અને સંબંધી એવા મુરલીકાકાએ પડોશમાં રહેતી 9 વર્ષની માસુમ બાળકીને પોતાને ત્યાં બોલાવી, મોબાઈલમાં પોર્ન સાઈટ બતાવી પોતાના ઘરમાં પૂરીને ત્રણ વખત બળાત્કાર કર્યો હતો અને એક વખત સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કર્યું હતું. બાળકી સાથે કશુંક અજુગતું થયું હોવાનું લાગતા, માતાએ તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે ઉપરોક્ચ વર્ણન કરતાં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

માતાએ નોંધાવેલી ફરિયાદમાં તેના બીજા લગ્ન હોવાનું એ તે પતિના અવસાન થયું હોવાથી ઘરકામ કરી ગુજરાન ચલાવતી હોવાનું અને તેની દીકરી 9 વર્ષની હોવાનું તેમજ તે બીજા ધોરણમાં ભણતી હોવાનું જણાવ્યું હતું. ગત સાંજે બાળકી ગુમસુમ જણાંતા, તેની સમજાવટ સાથે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે રડતાં રડતાં પાડોશમાં રહેતા મુરલીકાકાના ઘરે ટીવી જોવા ગઈ ત્યારે તેમણે મોબાઈલમાં નગ્ન વીડિયો બતાવી તેની સાથે બળજબરી કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી, આરોપીને ગણતરીના કલાકોમાં મુરલી ઉર્ફે કમલેશને ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

ઝડપાયેલા આરોપીનું આરોપીનું મેડિકલ ચેક કરીને પુરાવા એકત્રિત કરાશે. આરોપીને ઝડપી લઈને તેના રિમાન્ડ માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

આ બનાવના ગુજરાતમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે. માસુમ નિર્દોષ બાળકીઓ પર વધતા જતાં અમાનુષી બળાત્કારના બનાવમાં નરાધમો સામે કેમ કડક પગલાં લેવાતાં નથી. તે વિષ્ય ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે  વધતાં જતાં બળાત્કારના બનાવો માટે જવાબદાર કોણ ? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.