Rape on NRI Girl in Gandhi Ashram Guide
  • Home
  • Featured
  • ગાંધીઆશ્રમમાં રેટિંયો શીખવા જતી NRI યુવતીને દુભાષીયાએ બનાવી હવસનો શિકાર

ગાંધીઆશ્રમમાં રેટિંયો શીખવા જતી NRI યુવતીને દુભાષીયાએ બનાવી હવસનો શિકાર

 | 8:05 am IST

અમેરિકાથી આઠ મહિના પહેલાં પિતા સાથે 40 વર્ષીય યુવતી અમદાવાદ શહેરમાં વસવાટ કરવાના ઇરાદે મેમનગર વિસ્તારમાં પોતાના વડીલોપાર્જિત મકાનમાં રહેવા આવી હતી પણ યુવતીના પિતાને શહેરનું વાતાવરણ યોગ્ય ન લાગતાં તેઓ અમેરિકા પરત જતાં રહ્યાં હતા પણ યુવતી અહીં રોકાઇ હતી.

NRI યુવતિના આઠ મહિનાના રોકાણ દરમિયાન ગાંધીઆશ્રમમાં રેટિંયો શીખવા જતી હતી તે અરસામાં રશીયન ભાષાના ટ્રાન્સલેટર કમ ગાઇડ 28 વર્ષીય પ્રશાંત વિનોદભાઇ રાયના સંપર્કમાં આવી હતી. આ દુભાષિયાએ NRI યુવતીને પ્રેમ જાળમાં ફસાવી જુદી-જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે યુવતીનુ મેડીકલ ચેકઅપ કરાવી આરોપીની ધરપકડ કરી હતી.

શહેરના મેમનગર વિસ્તારના મહેશ પટેલ (નામ બદલ્યું છે) વર્ષોથી અમેરિકા નિવાસ કરી રહ્યાં છે. તેઓ 8 મહિના પહેલાં શહેરમાં વસવાટ કરવાની ઇચ્છા સાથે આવ્યા હતા સાથે તેમની 40 વર્ષીય પુત્રી પણ હતી. પિતાએ NRI દીકરીને ભારતીય સંસ્કાર શીખવા માટે ગાંધીઆશ્રમમાં લઇ ગયા હતા. અહીં NRI યુવતી રેટિંયો શીખવા જતી હતી. અહીં યુવતીની રશિયન ભાષાના દુભાષીયા કમ ગાઇડ પ્રશાંત વિનોદભાઇ રાય સાથે મુલાકાત થઇ હતી. તેણી અવાર-નવાર ગાંધીઆશ્રમ જતી હતી અને પ્રશાંત યુવતીના ઘરે પણ આવતો હતો.

યુવતીના પિતા મહેશ પટેલને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતાં તેઓ બિમાર થયા હતા. જેથી પ્રશાંતે યુવતીના પિતાની સારવારમાં મદદ કરી હતી. જેથી NRI યુવતી પ્રશાંતના પ્રેમમાં પડી હતી. મહેશભાઇની તબીયતમાં સુધારો થતાં તેઓ અમેરિકા પરત ફર્યા હતા. પછી પ્રશાંત યુવતીના ઘરે અવર-જવર વધી હતી. તે સમયે બંન્ને વચ્ચે અનેકવાર શારિરીક સંબંધો પણ બંધાયા હતા. થોડા દિવસથી યુવતી અને પ્રશાંત વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયો હતો. જેથી યુવતી રડતી-રડતી ઘાટલોડીયા પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસે યુવતીની આપવીતી સાંભળી હતી. જેમાં તેની ઉપર દુષ્કર્મ થયુ હોવાનુ બહાર આવતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી તેવું પોલીસે જણાવ્યું હતું.