Rape with a 3 year old girl at Hazira in Surat
  • Home
  • Gujarat
  • સુરત: 3 વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ, સગીરે ગુનો કબુલ્યો

સુરત: 3 વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ, સગીરે ગુનો કબુલ્યો

 | 10:33 pm IST

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં સુરત શહેર તો જાણે ક્રાઇમ સીટી બની ગયુ હોય તેવું પ્રતીત થાય છે.

તાજેતરમાં જ સુરતમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જાણે ગુનાગારોને કાયદાનો કોઇ ભય રહ્યો નથી. તેવા માજ હજીરા ખાતે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે.

સુરતના હજીરામાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. જેમાં બાળકી સાથે દુષ્કર્મ ગુજારી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. આ કેસમાં સુત્રો તરફથી માહીતી પ્રમાણે પોલીસે મુખ્ય આરોપી સહિત બે આરોપીને ઝડપી લીધા છે.

મહત્વનું છે કે, નરાધમો દુષ્કર્મ બાદ બાળકીને ઝાડીમાં મૂકી ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ આરોપીના મેડિકલ પરીક્ષણમાં મામલો સામે આવ્યો છે. પોલીસે ડિટેઈન કરેલા બંને કિશોર હોવાનું સામે આવ્યું છે. તેમણે જ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોય તેવું જણાઇ આવે છે.