lady teacher rape case Former President of Education Union at morbi
  • Home
  • Gujarat
  • શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખે શિક્ષિકાની અંગત પળોની બનાવી વીડિયો, કર્યું અવારનવાર દુષ્કર્મ

શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખે શિક્ષિકાની અંગત પળોની બનાવી વીડિયો, કર્યું અવારનવાર દુષ્કર્મ

 | 5:07 pm IST

આપણા સમાજમાં શિક્ષકનો હોદ્દો સહુથી મહત્વનો છે. તેમનું માતા પિતા કરતા પણ ઉંચુ સ્થાન હોઈ છે. શિક્ષકને આદર સાથે જોવામાં આવે છે અને તેને ગુરુ માનવામાં આવે છે. પરંતુ અમુક શિક્ષકની હરકતો અને કારનામાઓને કારણે સમગ્ર શિક્ષણ જગતને કલંક લગાડે તેવા પણ શિક્ષકો આજ સમાજમાં જોવા મળે છે. મોરબીમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે જોતા શિક્ષક પ્રત્યેની આપણી લાગણી ઓછી થઇ જાય છે.

મોરબી જીલ્લાના શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખે એક શિક્ષિકાને પોતાની મોહ પાસમાં ફસાવી તેની સાથે શારીરિક સબંધ બાંધી બાદમાં તેની અંગત પળોની વીડીયો કલીપ અને ફોટો પાડી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા શિક્ષણ જગતમાં તેના ઘેર પ્રત્યઘાત પડ્યા છે. પોલીસે ફરિયાદના આધારે લંપટ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

રાજકોટમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકાએ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરાડવાએ દુષ્કર્મ ગુજાર્યું છે.

દરમિયાન આ મામલે મળતી માહિતી મુજબ વર્ષ 2016માં વિજયભાઈ સરડવા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હતા. ત્યારે શનાળા ગામે આવેલ પાટીદાર સમાજની વાડીમાં જીલ્લા પ્રાથમિક સંઘના શિક્ષકોની એક ચિંતન શિબિર યોજાઇ હતી. ત્યારે ફરિયાદી શિક્ષિકા સાથે પરિચય કેળવ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે ઓળખાણ અને આગળ જતા પ્રેમ પાંગરતા લગ્નની લાલચ આપી જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે. વધુમાં શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પૂર્વ પ્રમુખ વિજયભાઈ પરણિત હોવા છતાં પોતાની પત્ની સાથે છુટા છેડા લઈ તેણી સાથે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ કરી છે.

પોતે પરણિત હોવા છતાં આ વાત છુપાવી તેણે શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપી શિક્ષિકા સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા અને પોતાની અંગત પળોની વીડીયો કલીપ અને ફોટો પાડી લીધા હતા. બાદમાં શિક્ષિકાને ખબર પડી કે વિજય પરણિત છે તો તેણે આ અંગે વિજય સાથે વાત કરી તો પહેલા વિજય પોતાની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરી લેશે તેમ કહ્યું. શિક્ષિકાએ અવારનવાર લગ્ન કરવાનું દબાણ કરતા વિજયે તેની અંગત પળોના વીડીયો અને ફોટો બતાવી તેને વાયરલ કરવાની ધમકી આપી સંબંધો ચાલુ રાખ્યા હતા.

અંતે ભોગ બનનારે વિજય સાથે સંબંધ કાપી નાખી અન્ય જગ્યા એ સગાઇ કરી હતી. શિક્ષિકાની જ્યાં સગાઇ થઇ હતી તેનો સંપર્ક કરી તેને વીડીયો કલીપ અને ફોટા બતાવી તેની સગાઇ તોડવી નાખે છે. ત્યારબાદ શિક્ષિકાના જામનગર ખાતે લગ્ન નક્કી થઇ જાય છે અને તેની સાથે લગ્ન થઇ જાય છે. તો વિજય આટલેથી નહિ અટકતા તે જામનગર પહોંચી જાય છે અને શિક્ષિકાના સાસરિયા પક્ષને વિભીત્સ ક્લીપીંગ, ફોટા અને પ્રેમ પત્રો બતાવી તેના માત્ર દશ દિવસમાં જ લગ્ન તોડવી નાખે છે.

ઉલ્લેખનિય છે કે ગત વિધાન સભાની ચુંટણી સમયે વિજયે શિક્ષક તરીકે રાજીનામું આપી પોતે કોંગ્રેસ પક્ષમાંથી મોરબી વિધાનસભાની સીટ પરથી ટીકીટ માટે દાવેદારી કરી હતી પરંતુ તેને ટીકીટ મળી ના હતી.

દુષ્કર્મની ફરિયાદનો કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક શિક્ષક કે જેને સમાજમાં ગુરૂનો સ્થાન આપવામાં આવ્યું છે. તે પોતાની મર્યાદા કેટલી હદ સુધી વટાવી શકે છે તેનું આ એક વરવું ઉદાહરણ છે. હાલ મોરબી પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી તેની સામે બળાત્કાર અને ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન