Rapid action by NCB in Sushant case again, Jaya Shah's interrogation
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં ફરી એનસીબી દ્વારા ઝડપી કાર્યવાહી, જયા શાહની હાથ ધરાઈ પૂછપરછ

સુશાંત કેસમાં ફરી એનસીબી દ્વારા ઝડપી કાર્યવાહી, જયા શાહની હાથ ધરાઈ પૂછપરછ

 | 3:19 pm IST

દેશભરમાં દરેકની નજર આ સમયે સુશાંતસિંહ રાજપૂતના કેસ ઉપર ટકી રહી છે. સુશાંતનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે. હવે જલદીથી એ વાતની પણ દરેકને જાણ થઈ જશે કે સુશાંતે આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી છે. હાલ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. ત્યારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ પણ મામલામાં ડ્રગ્સ એંગલને લઈને પૂછપરછ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જય શાહ એનસીબી ઓફિસ પહોંચી ચૂકી છે.

આ પહેલા એનસીબીની વિશેષ તપાસ ટીમના એક સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થતા 16 ડિસેમ્બરે શ્રુતિ અને જયા શાહની પૂછપરછ ટાળવામાં આવી હતી. શ્રુતિ દક્ષિણ મુંબઈમાં આવેલ એનસીબી ઓફિસમાં બુધવારે પહોંચી હતી. પરતું તેને પરત મોકલી દેવામાં આવી હતી. તેના પછી તપાસ એજન્સીના ઘણા સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને શ્રુતિ મોદી અને જયાને આજે એટલે કે સોમવારે સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શ્રુતિ મોદી અને જયા શાહની પહેલા ઈડી અને સીબીઆઈ પૂછપરછ કરી ચૂકી છે.

જણાવી દઈએ કે દેશભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. દિલ્હી એનસીબીના અધિકારીઓ ત્રણથી ચાર વખત પોતાનો ટેસ્ટ કરાવી ચૂક્યા છે. જેમના દરેક રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનિય છે કે રિયા ચક્રવર્તી અને ટેલેન્ટ મેનેજર જયા શાહની ચેટ ઈડીએ પૂનઃ પ્રાપ્ત કરી હતી. જેમાં જયાએ રિયાને કહ્યું હતું કે સુશાંતને સીબીડી ઓઈલ આપવામાં આવે. તેના પછી જયાની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

જયા શાહે ઈડીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણે ક્યારેય પણ સીબીડી ઓઈલ જેવું કંઈ ક્યારેય કોઈને સપ્લાય નથી કર્યું. જયાના કહેવા મુજબ સુશાંતસિંહ રાજપૂતે તેને કોન્ટેક્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે. જેના પગલે તેને સીબીડી ઓઈલને ચા અથવા તો કોફીની સાથે લેવાની સલાહ આપી હતી. જેનાથી અભિનેતાને આરામ મળી શકે.

જયાએ ઈડીને એ પણ કહ્યું કે જે ઓઈલની તેણે સુશાંતને સલાહ આપી હતી તે સંપૂર્ણ રીતે કાયદેસર છે. સરળતાથી મળી જાય છે. તેણે એમ પણ કહ્યું કે તેને આ ઓઈલ વિશે જાણકારી છે કારણ કે તે પોતે ડિપ્રેશનનો શિકાર રહી ચૂકી છે અને આ ઓઈલનો ઉપયોગ કરી ચૂકી છે. પોતાના દિમાગને શાંત કરવા અને ડિપ્રેશનમાંથી રાહત મેળવવા માટે આ ઓઈલનો ઉપયોગ કરતી હતી.

સુશાંત કેસમાં એનસીબીની ઝડપી કાર્યવાહી

સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. એનસીબીએ શોવિકના મિત્ર જયદીપ મલ્હોત્રાથી ડ્રગ્સ મામલામાં ગયા સોમવારે પૂછપરછ કરી હતી. તેની 18 સપ્ટેમ્બરે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  

આ વીડિયો પણ જુઓઃ સુરત : પેટ્રોલ પંપના 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન