NIFTY 10,210.85 -20.00  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત: નવજાત જોડિયા બાળકોમાં જોવા મળ્યો કુદરતી ચમત્કાર

સુરત: નવજાત જોડિયા બાળકોમાં જોવા મળ્યો કુદરતી ચમત્કાર

 | 4:04 pm IST

સુરતના કામરેજમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. કામરેજમાં એક મહિલાએ જોડ્યાં બાળકોને જન્મ આપતા પરિવાર ખુશખુશાલ હતું, આ બાળકોનો જન્મ તો સામાન્ય બાબત છે પંતુ ખાસ વાત એ છે કે આ બંને બાળકોને હાથ અને પગમાં 5-5 નહીં પરંતુ 6-6 આંગળીઓ છે. એટલું જ નહીં બાળકોની માતાને પણ હાથ-પગમાં 6-6 આંગળીઓ છે.

કામરેજના લક્ષ્મીત બંગ્લોઝમાં રહેતા ધારાબેને સોમવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં જોડ્યાં બાળકોને જન્મ આપ્યો. જેમાં એક દીકરો અને એક દીકરી છે. આ બંને બાળકોને તેની માતાની જેમ જ 24-24 આંગળીઓ સાથે જન્મ થયો છે. પરિવારજનોને જ્યારે ખબર પડી તો તેમણે કુદરતી ચમત્કાર ગણાવ્યો.

જોડ્યા બાળકો સાથે માતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. 24 આંગળીઓ સાથે બાળકોન જન્મ નવી વાત નથી પરંતુ જોડ્યાં બંને બાળકોને 24-24 આંગળીઓ હોય તેવી આ ઘટના ગુજરાતની પહેલી વખત જોવા મળી હોવાનો હોસ્પિટલ દ્વારા દાવો કરાયો છે.