Rare Pics: Isha-Anand Back Mukesh-Nita Ambani Wedding Day
  • Home
  • Photo Gallery
  • ઇશા દુલ્હનના રૂપમાં લાગી મમ્મી જેવી, 33 વર્ષ પહેલાંના નયનતારાની આ રહી તસવીરો

ઇશા દુલ્હનના રૂપમાં લાગી મમ્મી જેવી, 33 વર્ષ પહેલાંના નયનતારાની આ રહી તસવીરો

 | 2:21 pm IST


ઇશા અંબાણી અને આનંદ પિરામલ 12મી ડિસેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. આ વર્ષના સૌથી શાનદાર અને ભવ્યાતિભવ્ય શાહી લગ્ન કહેવાય છે. બોલિવુડ, બિઝનેસ, રાજકારણ, રમત-ગમત ક્ષેત્રની પ્રખ્યાત હસતીઓનો જમાવડો આ લગ્નમાં લાગ્યા. એટલે સુધી કે યુએસની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ અંબાણી પરિવારની ખાસ મહેમાન બન્યા. લગ્ન સંપૂર્ણપણે ગુજરાતી પરંપરા પ્રમાણે સંપન્ન થયા અને કેટલીય જાણીતી હસતીઓ આવી. ઉલ્લેખનીય છે કે નીતા અંબાણીનું પહેલાં નામ નયનતારા હતું. તેમાંથી ટૂંકું નામ નીતા કર્યું હતું.

આમ તો આ લગ્ન કેટલીય રીતે ખાસ હતા પરંતુ ઇશા અંબાણીના લગ્નને કેટલીક જૂની યાદો પણ તાજી કરી દેવાઇ. ઇશા-આનંદના લગ્નમાં 1985મા નીતા અને મુકેશ અંબાણીના લગ્નની ઝલક જોવા મળી રહી હતી.

મુકેશ અને નીતાના 33 વર્ષ પહેલાં મુંબઇમાં જ 8મી માર્ચ 1985ના રોજ લગ્ન બંધનમાં બંધાયા હતા. દુલ્હન બનેલ ઇશા બિલકુલ તેની માતા નીતાની જેવી લાગતી હતી. નીતા અંબાણીએ પણ લગ્નમાં સફેદ અને લાલ રંગનું પાનેતર પહેર્યું હતુ અને બ્રાઇક લુક ખૂબ જ સાદગી ભર્યો હતો. નીતા અંબાણીએ પોતાના લગ્નમાં હેવી જ્વેલરી પહેરવાની જગ્યાએ માત્ર ટીકો, નાની નથ અને એક ચોકર નેકલેસ પહેર્યું હતું. આ સિવાય હાથમાં બંગડી પહેરી હતી.

ઇશા એ પણ મમ્મીની જેમ સફેદ રંગની ચણિયાચોળી અને લાલ રંગનો દુપટ્ટો પહેર્યો. ઇશા એ પણ માતાની જેમ પીર કર્યા હતા. ઇશાની માતા નીતા અંબાણી પણ 33 વર્ષ પહેલાં આ જ ગેટ-અપમાં દેખાયા હતા. ઇશાની જ્વેલરી પણ મમ્મીની જેવી હતી. નાની નથ, માંગ ટીકો, નેકલેસ અને બગંડીઓ.

નીતા અંબાણી અને મુકેશ અંબાણીની પણ પ્રેમ કહાની કંઇ કમ નહોતી. ધીરૂભાઈ અંબાણીને નીતા પસંદ આવ્યા અને તેમને તેમના દીકરાને નીતાને મળવાનું કહ્યું હતું. ધીરૂભાઈને માત્ર નીતા અંબાણીનું પર્ફોમન્સ જ પસંદ આવ્યું નહોતું પરંતુ સંસ્કૃતિ સાથે નીતાનું જોડાણ પણ એટલું જ ગમ્યું હતું. નીતા અંબાણીને મુકેશ અંબાણીએ ટ્રાફિક સિગ્નલ પર પ્રપોઝ કર્યું હતું અને નીતા અંબાણીએ હા પાડી હતી. ત્યારથી બંને એકબીજાના થઇ ગયા. નીતા-મુકેશ સંબંધ નિભાવાના મામલામાં પોતાના બાળકો માટે એક મિસાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન