Rare Two-headed Snake at woman house in America, see video
  • Home
  • Videos
  • Featured Videos
  • મહિલાને ઘરમાં જોવા મળ્યો ભયંકર સાપ, બે માથાવાળા કાળોતરાએ હાજા ગગડાવ્યા

મહિલાને ઘરમાં જોવા મળ્યો ભયંકર સાપ, બે માથાવાળા કાળોતરાએ હાજા ગગડાવ્યા

 | 8:08 pm IST

અમેરિકન રાજ્ય ઉત્તર કૈરોલિનાની એક મહિલા પોતાના ઘરની અંદર દુર્લભ 2 માથાવાળો સાપ જોઇને ચોંકી ઉઠી. જીની વિલ્સને કહ્યું કે તે પોતાના એલ્કઝેન્ડર કાઉન્ટીના ઘરમાં હતી ત્યારે તેણે સાપના બચ્ચાને અહીં-તહીં સરકતુ જોયું. વિલ્સને કહ્યું કે તે સાપની ઉપસ્થિતિથી ચોંકી ગઈ. તેણે અનુમાન લગાવ્યું કે આ લગભગ એક ફૂટ લાંબો સાપ હતો. ટેબલની નીચે સાપને જોઇને તેણે તરત પોતાના પરિવારને બોલાવ્યો.

વિલ્સને કહ્યું કે, “મે મારા જમાઈને ફોન કર્યો, જે દૂર નહોતો અને તેણે કહ્યું કે તે પાછો આવી રહ્યો છે. હું પાગલ નથી, દોસ્તો. તેને બે માથા છે.” જમાઈ જ્યારે ઘરે પહોંચ્યો તો તેણે પણ બે માથાવાળો સાપ જોયો. તેણે જણાવ્યું કે તે સાપને મારવા નહોતી ઇચ્છતી. આ કારણે તેમણે તેને પકડી લીધો. તેણે કહ્યું કે, “મે તેનું માથું જોયું તો વિશ્વાસ ના કરી શકી. હું આને મારવા નહોતી ઇચ્છતી.

ફેસબૂક પર આ સાપનો વિડીયો શેર કરવામાં આવ્યો છે જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. આ સાપને પછી કૈટવબા સાયન્સ સેન્ટરને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની ઓળખ એક બેબી બ્લેક રૈટ સ્નેક તરીકે કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન