Rare Video : Narendra Modi with Atal Bihari Vajpayee
  • Home
  • Videos
  • Featured Videos
  • દુર્લભ Video : દોડીને અટલ બિહારી વાજપેયીને ભેટી પડતા નરેન્દ્ર મોદી

દુર્લભ Video : દોડીને અટલ બિહારી વાજપેયીને ભેટી પડતા નરેન્દ્ર મોદી

 | 1:04 pm IST

અટલ બિહારી વાજપેયીની તબિયત ભારે નાજુક છે. આ સમયે વાજપેયીના નિવેદનો અને ભાષણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં એક દુર્લભ વીડિયો ભારે શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજરે પડે છે. વીડિયોમાં દિલ્હી સ્થિત ભાજપના કાર્યાલયમાં વાજપેયી ચાલતા આવી રહ્યાં છે, ત્યારે અચાનક જ તેમની નજર નરેન્દ્ર મોદી પર પડે છે. તેઓ નરેન્દ્ર મોદીને ઈશારો કરીને પોતાની પાસે બોલાવે છે. નરેન્દ્ર મોદી દોડીને વાજપેયી પાસે આવે છે અને તેમને રીતસરના ભેટી પડે છે.

વાજપેયી હળવા અંદાજમાં મારવા માટે હાથ ઉગામે છે અને પછી હસીને નરેન્દ્ર મોદીની પીઠ થપથપાવે છે. આ વીડિયોમાં વાજપેયીજીનો નરેન્દ્ર મોદી પ્રત્યેનો અનેરો પ્રેમ દેખાઈ આવે છે.