આ રીતે માત્ર 30 મિનિટમાં ઘરે બનાવો મીઠી મીઠી રસમલાઈ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે માત્ર 30 મિનિટમાં ઘરે બનાવો મીઠી મીઠી રસમલાઈ

આ રીતે માત્ર 30 મિનિટમાં ઘરે બનાવો મીઠી મીઠી રસમલાઈ

 | 3:30 pm IST

બંગાળી મીઠાઈઓ મોટા ભાગના લોકોને પસંદ હોય છે. રસગુલ્લા, રસમલાઈ, સંદેશ જેવી મીઠાઈના નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય છે. આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ અધરી હોય છે તેને ઘરે બનાવવી. શું આવું તમે પણ માનો છો? તો આજે તમારી માન્યતા દૂર થઈ જશે. વિશ્વાસ ન આવતો હોય તો આજે જ ઘરે આ રીતે બનાવી જુઓ મસ્ત મસ્ત રસમલાઈ.

સામગ્રી

પનીર- 250 ગ્રામ
ખાંડ- 200 ગ્રામ
પાણી- 1/2 લીટર પાણી
દૂધ- 1 લીટર
કેસર- જરૂર મુજબ
કાજુ- અડધી વાટકી
ચારોળી- 1 ચમચી
એલચીનો પાવડર- 1 ચમચી

રીત

તાજું પનીર અથવા ઘરે બનાવેલા પનીરને એક થાળીમાં લેવું અને સારી રીતે મસળો અને તેને નરમ કરો. પનીરને ત્યાં સુધી મસળવું જ્યાં સુધી તેમાંથી નાના-નાના બોલ ના બને. પનીરના બોલ તૈયાર કરો ત્યાં સુધીમાં 100 ગ્રામ ખાંડમાં પાણી ઉમેરી અને તેને ઉકાળવા મુકી દેવું. પાણીમાં ખાંડ ઓગળી જાય અને પાણી ઉકળવા લાગે એટલે તેમાં પનીરના બોલ બનાવી બનાવીને મુકવા. આ બોલને 15થી 20 મિનિટ ખાંડના પાણીમાં ચડવા દેવા. પનીરના બોલ ફુલી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો.

અન્ય એક બાઉલમાં દૂધ ગરમ મુકવું, દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ ઉમેરો અને સતત હલાવતાં રહો. દૂધ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં ઝીણા સમારેલા કાજૂ, ચારોળી અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરો. દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી અને એલચીનો પાવડર ઉમેરો. હવે એક સર્વિગ બાઉલમાં પનીરના બોલને પાણી નીતારીને મુકો અને તેના પર મીઠું દૂધ રેડો. તૈયાર થઈ જશે મોંમાં પાણી લાવતી રસમલાઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન