Indian food rasaj ka raita famous bundelkhandi raita recipe
  • Home
  • Featured
  • પ્રખ્યાત બુંદેલખંડી રસાજ રાયતું બનાવી ઘરના સૌને કરી દો ખુશ

પ્રખ્યાત બુંદેલખંડી રસાજ રાયતું બનાવી ઘરના સૌને કરી દો ખુશ

 | 11:16 am IST

રસાજ એક અવી રેસિપી છે જે ઉત્તરપ્રદેશમાં ખુબજ લોકપ્રિય છે. તે રાજસ્થાનમાં બનનાર બેસનના ગટ્ટાની જેમજ બનાવવામાં આવે છે. રાયતું કોને ન ભાવે? જો તેમાં રસાજનું રાયતુ હોય તોતો પછી કહેવું જ શુ? રસાજનું રાયતુ એક પ્રકારનું બેસનના ગટ્ટાનું રાયતુ જ છે જે બુંદેલખંડમાં ખુબજ પસંદ કરવામાં આવે છે.

બુંદેલખંડી રસાજ રાયતું બનાવવાની સામગ્રી

એક કટોરી બેસન, એક કટોરી દહીં, 100 ગ્રામ ખાંડ, દાડમના દાણા, એક નાની વાટકી કિશમિશ, એક નાની વાટકી બારીક સમારેલ કાજૂ, એક નાની વાટકી ચારોળી, એક નાની વાટકી બદામ, તેલ જરૂરિયાત મુજબ

બુંદેલખંડી રસાજ રાયતું બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ એક કટોરીમાં બેસન અને નમક નાખીને પાણી ભેળવી તેનું મિશ્રણ તૈયાર કરી લો. ધીમા તાપે પેનમાં તેલ નાંખીને ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે બેસનનું મિશ્રણ નાંખી દો. ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહો. મુલાયમ લોટ જેવુ થઈ જાય ત્યારે ગેસ પરથી ઉતારી દો. હવે એક થાળીમાં તેલ લગાવી બેસનને ફેલાવી દો ઠંડુ થાય ત્યાં સુધી રાખી દો.

એક વાસણમાં દહીં ખાંડ મેળવી. તેમાં કિશમિશ, જીણા સમારેલા કાજૂ, બદામ, ચારોળી, દાડમનાં દાણા નાંખી હલાવતા રહો.

હવે ઠંડા થયેલા બેસનને પનીરની જેમ નાના નાના ટુકડાઓમાં કાપી લો. મીડિયમ આંચ પર એક પેનમા તેલ ગરમ કરવા માટે રાખી દો. હવે તળેલા ટુકડાઓમાં દહી નાખી દો 15 મીનિટ માટે રાખી દો. તૈયાર છે રસાજનું રાયતુ. આ રાયતાને તમે જમવાની સાથે લઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન