NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રસગુલ્લા પશ્ચિમ બંગાળની ભૌગોલિક ઓળખ બન્યા

રસગુલ્લા પશ્ચિમ બંગાળની ભૌગોલિક ઓળખ બન્યા

 | 4:36 am IST

કોલકાતા :

દુનિયાભરના રસગુલ્લા પ્રેમીઓ માટે ખુશખબર છે. રસગુલ્લાને લઇ પોતાના હક માટે લડી રહેલા પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકાર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી તકરારનો અંત આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળ સરકારને રસગુલ્લાની ભૌગોલિક ઓળખના ઉત્પાદકતાનું ટેગ મળ્યું છે. જેનાથી રસગુલ્લાનું ઉત્પાદન કરતા વેપારીઓને ફાયદો થશે. સીએમ મમતા બેનરજી આ જીતને વૈશ્વિક સ્તરે ચમકાવવા ઇચ્છે છે. રસગુલ્લાને જીઆઇ ટેગ મળવાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુભેચ્છા પાઠવી છે. તેને ટ્વિટ કરીને કહ્યું કે, દરેક માટે સારા સમાચાર છે. પશ્ચિમ બંગાળના રસગુલ્લાને જીઆઇ ટેગ મળ્યું છે. જેથી ખૂબ ખુશ છું અને ગૌરવ અનુભવું છું.

છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે તરકાર ચાલી રહી હતી કે, રસગુલ્લાના ઉત્પાદન પર કોનું નામ? પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, રસગુલ્લાનું ઉત્પાદન બંગાળમાં થયું છે. ઓડિશાએ તેને પોતનું નામ દઇ દીધું. બંગાળે રસગુલ્લાની શોધ કરી છે. ઐતિહાસિક તથ્યોના આધારે રસગુલ્લાનું સર્જક પશ્ચિમ બંગાળ છે. મીઠાઇવાલા નવીન ચંદ્રએ વર્ષ ૧૯૮૬ પહેલાં રસગુલ્લાની શોધ કરી હતી. જ્યારે ઓડિશા સરકારે આ મીઠાઇ પર આઇજી ટેગ લેવા માટેની વાત કરી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

;