Rashami Desai cut her Eyebrow for task Paras Chhabra gives Challenge Bigg Boss-13
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચેલેન્જ પુરી કરવા અભિનેત્રીએ શરીર પરના આ ભાગના વાળ જ કપાવી નાખ્યા

ચેલેન્જ પુરી કરવા અભિનેત્રીએ શરીર પરના આ ભાગના વાળ જ કપાવી નાખ્યા

 | 7:43 pm IST

બિગ બોસ 13માં પારસ છાબડાએ એક ટાસ્ક દરમિયાન અભિનેત્રી રશ્મિ દેસાઈ સામે એક એવી શરત રાખી દીધી કે જેને સાંભળીને સૌના હોશ ઉડી ગયા. બિગ બોસમાં હાલ એલિટ ક્લબ ટાસ્ક ચાલી રહ્યો છે. આ ટાસ્ક દરમિયાન બિગ બોસની એક્સ કંટસ્ટેંટ હિના ખાને ઘરમાં એંટ્રી લીધી અને ઘરના સભ્યોને એક બીજા સામે ચેલેન્જ મુકવા કહ્યું.

પહેલા માહિરા શર્માએ રશ્મિ દેસાઈને 10 મીનીટ સુધી પોતાના ચહેરા પર મહેંદી લગાડવાની ચેલેન્જ આપી, જેને રશ્મિએ સ્વિકારી પણ લીધી. માહિરાની ચેલેંજ પુરી કર્યા બાદ રશ્મિને પારસે ચહેરા પરના નેણ પર ટ્રિમર ફેરવી દેવાની ચેલેંજ આપી. પારસ છાબડાની વાત સાંભળી સૌકોઈ હેરાન રહી ગયા હતાં. શહનાઝ ગિલે પારસની આ શરતનો ભારે વિરોધ નોંધાવ્યો. તેવી જ રીતે હિના ખાન પણ પારસની આ ચેલેન્જ સાંભળી હેરાન રહી હતી. પરંતુ રશ્મિએ પારસના પડકારને સ્વિકારી લીધો હતો અને ટાસ્ક પુરો કર્યો હતો.

રશ્મિએ ટ્રિમર વડે પોતાના નેણ કાપી નાખ્યા હતાં. એલિટ ક્લબના બીજા સ્ટેજ દરમિયાન રશ્મિ દેસાઈએ નેણ કપાવી નાખ્યા. તો બીજી બાજુ આરતી સિંહે 20 લીલા તીખા મરચા ખાધા હતાં. હવે બિગ બોસના ઘરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

રશ્મિ દેસાઈના આ સાહસની ચારેકોર ભારે વાહવાહી થઈ રહી છે. તેના આ વીડિયો પર અનેક કોમેન્ટ પણ આવી રહ્યાં છે. આ ઘટના બાદ સામે આવેલા ફોટામાં રશ્મિ દેસાઈના એક નેણ અડધો કપાયેલો સ્પષ્ટ દેખાઈ આવે છે.

આ વીડિયો પણ જુઓ : દીપિકાને લઈને કંગના રાણાવતની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન