rashami desai says i want to meet arhaan khan and need some answer
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાળકો અને પત્ની હોવા છતાં આ અભિનેતા વારંવાર અભિનેત્રીને મેસેજ કરે છે, હવે પોલ ખુલી!

બાળકો અને પત્ની હોવા છતાં આ અભિનેતા વારંવાર અભિનેત્રીને મેસેજ કરે છે, હવે પોલ ખુલી!

 | 1:23 pm IST

બિગ બોસ ઘણા સંબંધો બાંધવામાં અને બગાડવામાં મોખરે રહ્યું છે. સિઝન 13માં પણ કંઈક એવું જ થયું છે. ઘરમાં આવેલા અરહાને પોતાના દિલની વાત રશ્મિ દેસાઈને જણાવી અને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ સલમાને કેટલાય એવા ખુલાસા કર્યા કે, જેના વિશે રશ્મિને જાણ નહોતી અને ત્યારબાદ બન્નેના સંબંધ વચ્ચે દરાર આવી. પરંતુ હવે ખબર મળી છે કે, અરહાન પણ તેને વારંવાર મેસેજ કરે છે અને રશ્મિ પણ તેને મળવા માટે ઉતાવળી છે.

રશ્મિ અરહાનને મળીને પોતાના સવાલોના જવાબ મેળવવા માગે છે. એક ઈન્ટરવ્યૂમાં રશ્મિએ જણાવ્યું કે, અરહાન મને વારંવાર મેસેજ કરે છે અને મેસેજ દ્વારા તે મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હું પણ એને મળવા માંગુ છું, કારણ કે મારા અનેક સવાલોના જવાબ તે આપી શકે.

દર વખતની જેમ જ રશ્મિએ આ વખતે પણ વાત કરી કે, મને એના લગ્ન અને બાળકો વિશે નથી ખબર. હું આજ સુધી એના માતા-પિતાને પણ નથી મળી. મને ખાલી એટલી ખબર છે કે, એને 3 બહેનો અને એક ભાઈ છે. આગળ વાત કરતાં રશ્મિ બોલી કે, તેના વિશે આટલી મોટી વાત મને નહોતી ખબર. બિગ બોસમાં જાણીને મને મોટો ઝાટકો લાગ્યો અને રડવું આવ્યું. મને થોડીવાર તો એવું થયું હતું કે બિગ બોસ છોડીને જતી રહું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન