રાષ્ટ્રપતિ પછી સૌથી લોકપ્રિય બન્યો છે આ વ્યક્તિ !!! - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રાષ્ટ્રપતિ પછી સૌથી લોકપ્રિય બન્યો છે આ વ્યક્તિ !!!

રાષ્ટ્રપતિ પછી સૌથી લોકપ્રિય બન્યો છે આ વ્યક્તિ !!!

 | 3:19 pm IST

અફઘાનિસ્તાનના યુવા સ્પિનર રાશિદ ખાને IPLની 11મી સિઝનમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. રાશિદે જણાવ્યું કે દિગ્ગજ સચિન તેંડુલકરે એમના વખાણમાં ટ્વિટ કર્યું તો તે હેરાન થઈ ગયો અને 1-2 કલાક સુધી વિચારતો રહ્યો કે જવાબ શું આપું? IPLની 11મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે 19 વર્ષના આ ખેલાડીએ 21 વિકેટ મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ક્વૉલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદની જીતમાં રાશિદે મહત્વની ભૂમિકા નિભાવી ત્યારે વિશ્વભરના દિગ્ગજોએ એમના વખાણ કર્યાં હતાં.

રાશિદ ખાનની દરેક ગતિવિધિને એમના દેશના લોકો ફોલો કરે છે અને અફઘાનિસ્તાનમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં એમનો મહત્વનો ફાળો રહ્યો છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના દેશણાં શું ભારતના મુખ્ય ખેલાડીઓ જેવું સમ્માન મેળવે છે તો રાશિદ ખાને કહ્યું, મને જ્યાં સુધી ખબર છે, મારા દેશના રાષ્ટ્રપતિ બાદ હોય શકે કે હું સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિ છું.

SRH તરફથી રમતાં રાશિદ ખાને કહ્યું કે, જ્યારે હું ટીમ બસમાં ચઢી રહ્યો હતો ત્યારે મારા એક મિત્રએ એક ટ્વિટનો સ્ક્રીનશોટ મોકલ્યો જે સચિને લખ્યું હતું. ટ્વિટ જોઈને હું હેરાન થઈ ગયો અને 1-2 કલાક સુધી વિચારતો જ રહ્યો કે શું જવાબ આપું. થોડાં સમય બાદ રિપ્લાય આપ્યો હતો. રાશિદે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં સચિન સર બહુ ફેમસ છે અને તેમણે મારાં આટલાં બધાં વખાણ કર્યાં તે જોઈને સૌ કોઈ હેરાન છે. એમનાં એવાં નિવેદનો યુવાનોને પ્રેરણા આપે છે.

19 વર્ષના રાશિદે IPLની આ સિઝનમાં ભારત જ નહીં, દુનિયાના મુખ્ય ક્રિકેટરોની વિકેટ ઝડપી હતી જેમાં એબી ડિવિલિયર્સ, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની સામેલ છે. રાશિદે કહ્યું કે, વિરાટ, ડિવિલિયર્સ અને ધોનીની વિકેટ ખેડવવી બહુ સંતોષજનક રહી. સાચું કહું તો તે મારા કરિયરની સૌથી બેસ્ટ વિકેટ હતી. આ તમામ બેટ્સમેન સ્પિન બોલિંગને સારી રીતે રમી શકે છે અને એમને આઉટ કરવા મારા માટે યાદગાર છે.