have you missed this gorgeous photos of rashmi desai
  • Home
  • Featured
  • Photos: રશ્મિ દેસાઈની આકર્ષક અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ, જે જુએ બસ જોતા જ રહે

Photos: રશ્મિ દેસાઈની આકર્ષક અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ, જે જુએ બસ જોતા જ રહે

 | 7:53 am IST

ટીવી ક્ષેત્રના પ્રખ્યાત શો ‘બિગ બોસ’ની 13મી સીઝનથી ચર્ચામાં રહેલી રશ્મિ દેસાઇ ભલે બિગ બોસ 13ની વિજેતા ન બની હોય, પરંતુ તેણીએ તેની રમતથી લોકોનું દિલ જીતી લીધું હતું. રશ્મિ સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની તસવીરો શેર કરીને દર્શકોના દિલ જીતી લે છે. માસુમ ચહેરો અને આકર્ષક અદાઓ ધરાવતી રશ્મિ દર્શકોને ખુબજ પસંદ પડે છે.

રશ્મિ દેસાઇ ટૂંક સમયમાં નાગિન -4 માં જોવા મળશે, જો કે તેની સત્તાવાર ઘોષણા હજુ બાકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાસ્મિન ભસીન નાગિન 4 થી બહાર થઈ ગઈ છે અને રશ્મિ દેસાઇ તેની જગ્યાએ પાત્ર નિભાવશે.

રશ્મિ દેસાઇ તેના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહી છે રશ્મિએ નંદિષ સાથે લગ્ન કર્યા હતા અને તેમનું લગ્નજીવનનો દુખદ અંત આવ્યો હતો. રશ્મિ થોડો સમય ડિપ્રેશનનો ભોગ બની હતી. જો કે આ બધામાંથી રશ્મિ હેમખેમ બહાર આવી હતી. આજે રશ્મિ ખુબજ મજબુત એકટ્રેસ તરીકે ટીવી ક્ષેત્રે નામના ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન