raskshabandhan and jewelery, there are different types of cords
  • Home
  • Fashion & Beauty
  • રક્ષાબંધન અને જ્વેલરી, હોય છે અલગ-અલગ પ્રકારની રાખડીઓ

રક્ષાબંધન અને જ્વેલરી, હોય છે અલગ-અલગ પ્રકારની રાખડીઓ

 | 12:20 pm IST

જ્વેલરી । અર્પિતા પટેલ

ભારત તહેવારોનો દેશ છે. જેમા અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધામિઁક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. જેનું બીજું નામ બળેવ છે.

આ દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. ત્યારબાદ બહેન જે ઘડીની રાહ જોઈને બેઠી હોય છે ને તે ગાડી આવી જાય છે. અને એ ઘડી છે જયારે ભાઈ બહેનને ભેટ આપે છે. ભાઈ નાનો હોય કે મોટો હોય તે યથાશક્તિભેટ લઇને જ આવે છે. રક્ષાબંધન સિવાય કોઈ પ્રસંગ હોય કે બીજા વાર તહેવાર હોય ભાઈ દ્વારા બહેનને ભેટ આપવાની પરંપરા ભારતીય સંસ્કૃતિમાં છે પણ બહેન દ્વારા ભાઈને ભેટ આપવા માટેના પ્રસંગ બહુ નહિવત્ જોવા મળે છે.

આજના સમયમાં ભેટ હોય કે કોઈ પ્રસંગમાં આપવામાં આવતી વસ્તુ એ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે સામે વાળી વ્યક્તિ તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે. તેજ રીતે રક્ષાબંધનમાં બાંધવામાં આવતી રાખડીઓમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આર્િટફિશિયલ રાખડીઓમાં ઘણી બધી વેરાઇટી આપણે જોઈએ જ  છીએ. તેવી રીતે આજકાલ ગોલ્ડ, સિલ્વર, તેમજ ડાયમંડની રાખડીઓ પણ જ્વેલરી શો રૂમમાં જોવા મળે છે.

ભાઈ પોતાની બહેનને ભેટમાં કિંમતી વસ્તુઓ જ્વેલરી આપવા લાગ્યા છે જે બહેન લાઇફ ટાઇમ પહેરે અને યાદ કરે છે. તે પ્રમાણે બહેન પણ ભાઈ માટે ગોલ્ડ, સિલ્વર તેમજ ડાયમંડની રાખડીઓ બનાવડાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે.

આવી રાખડીઓની માગને ધ્યાનમાં રાખી શોરૂમમાં વિવિધ ડિઝાઇન્સ ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરાવવામાં આવે છે.

ડિઝાઇનર્સ જ્વેલરીમાં વપરાતા અલગ અલગ મટીરિયલ્સનો ઉપયોગ કરી ટ્રેડિશનલ, વેસ્ટર્ન તેમજ ફ્યુઝન ડિઝાઇન્સ તૈયાર કરાવે છે.

૧. ગોલ્ડના નાના – મોટા મણકાઓનો દોરામાં બાંધીને રાખડીઓ બનાવવામાં આવે છે. આ મણકાની ડિઝાઇન્સમાં પણ વેરિએશન જોવા મળે છે. પ્લેન ગોલ્ડના બોલ્સ અને કોતરણી વાળા બોલ્સનું કોમ્બિનેશન તેમજ મીનાવાળા મણકા પણ વાપરવામાં આવ છે. આ મણકાઓને  ગોલ્ડની ચેઇનમાં બાંધી લકી સ્ટાઇલ પણ બનાવી શકાય.

૨. ભગવાનના નામવાળી રાખડીઓ – રાખડીના સેન્ટરમાં ગણપતિ, શ્રીનાથજી, કૃષ્ણ વગેરેના ફેસવાળા પીસ તેમજ ૐ જેવા ભગવાનના ઉચ્ચારણવાળા શબ્દોના ડિઝાઈનર પીસ ગોલ્ડમાં બનાવીને મોતી તેમજ ગોલ્ડના બોલ્સ સાથે બાંધીને બનાવવામાં આવે છે.

૩. આલ્ફબેટિકલ તેમજ નામવાળી રાખડી –  નામનો પહેલો અક્ષર કે આખું નામ અલગ અલગ સ્ટાઇલથી બનાવવામાં આવે છે. જેમાં ગોલ્ડનું પ્લેન પતરું, કોતરણી વાળું પતરું તેમજ ડાયમંડ જેવા મટીરિયલ્સ વાપરવામાં આવે છે.

૪. ફેટોવાળી રાખડી – આજકાલ ફેટોવાળી રાખડી લેટેસ્ટમાં છે. જેમાં વ્હાઇટ તેમજ કલર ડાયમંડ વાપરીને એક્સક્લુસિવ બનાવી શકાય. જેમાં ભાઈ, બહેનની જીવનની સુંદર યાદોના  ફેટાને ગોલ્ડની ફ્રેમમાં મઢી દેવામાં આવે છે. અને તેની આજુ બાજુ બજેટ અનુસાર આર્િટફિશિયલ કે રિયલ ડાયમંડનું સેટિંગ કરવામાં આવે છે. આ રાખડીમાં ડાયમંડની જગ્યાએ ગોલ્ડની તેમજ મીનાવાળી ફ્રેમ વાપરી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકાય.

૫. મણિ અને મોતીની રાખડી – આ રાખડીમાં રિયલ વ્હાઇટ મોતી, કલરિંગ મણિ મોતી, ક્લચર મોતી, ડાયમંડના મોતી  અને રુદ્રાક્ષના મોતી કોમ્બિનેશન પ્રમાણે બાંધીને બનાવવામાં આવે છે.

૬. કાર્ટૂનવાળી રાખડી – યંગ ભાઈઓ જે કાર્ટૂન લવર્સ છે તેમના માટે ટેડી, મિકીમાઉસ, ટોમ એન્ડ જેરી જેવા કાર્ટૂનને  ગોલ્ડમાં બનાવવામાં આવે છે. એવેન્જર લવર્સ ભાઈઓ માટે સ્પેશિયલ સુપરમેન, સ્પાઇડરમેન, બેટમેન તથા હલ્કની રાખડીઓ તૈયાર કરાવાઈ છે. જેને મીનાકારીથી કલરફુલ તેમજ એક્ટ્રેક્ટિવ બનાવવામાં આવી છે.

આ પ્રકારની રાખડીઓ અત્યારે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. જ્વેલરી શો રૂમમાં આવી રાખડીઓ સ્પેશિયલ ડિઝાઈનરો પાસે ડિઝાઇન કરાવવામાં આવે છે, તેમજ કસ્ટમરની ડિમાન્ડને ધ્યાનમાં રાખી તેમના બજેટને ધ્યાનમાં રાખીને બનાવડાવામાં આવે છે. આ ડિઝાઈનર રાખડીઓ રક્ષાબંધન પછી પેન્ડેન્ટ, કફ્લિંગ, અથવા કિચેનમાં રૂપાંતરિત કરી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે.

આ બધી રાખડીઓમાં બજેટ અનુસાર સિલ્વર, ગોલ્ડ, રિયલ ડાયમંડ, મણિ મોતી તેમજ બીજું મટીરિયલ્સ વાપરવામાં આવે છે.

આ રાખડીઓ ભાઈને બાંધીને ફેવરિટ બહેનનો એવોર્ડ જીતી શકાય અને ભાઈ-બહેનના તહેવારને યાદગાર બનાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન